હાલોલની કલરવ શાળામાં ગણપતિ ઉત્સવ નિમિત્તે મૂર્તિ બનાવવાની સ્પર્ધા યોજાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૯.૮.૨૦૨૫
હાલોલ શહેરના કજરી રોડ પર આવેલ કલરવ શાળામાં ગણપતિ મહોત્સવ નિમિત્તે મૂર્તિ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ધોરણ 6 થી 12 ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ માંથી 150 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સ્પર્ધામાં બધા જ વિદ્યાર્થીઓએ માટીમાંથી સુંદર અને કલાત્મક રીતે ગણપતિની મૂર્તિ બનાવી હતી જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ મોતી, ઊનની દોરી, ટીલડી જેવી વિવિધ વસ્તુઓનો અને વિવિધ રંગોનો ઉપયોગ કરીને ખૂબ જ સુંદર તેમજ કલાત્મક રીતે મૂર્તિનો શણગાર કરવામાં આવ્યો હતો. આ મૂર્તિઓનું નિરીક્ષણ કરનાર નિરીક્ષકોએ પણ સૌથી ઉત્તમ મૂર્તિ બનાવનાર વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપીને પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આમ આ સ્પર્ધામાં ભાગ લેનાર બધા જ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય ડૉ .કલ્પનાબેન જોશીપુરા અને શાળાના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ જોશીપુરા એ ભાગ લેનાર બધા જ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.









