અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
ધનસુરાના નાની ગુજેરી આંગણવાડી કેન્દ્ર ત્રણ વર્ષથી વિવાદમાં છતાં તંત્રના અધિકારીઓ સમાધાનના પ્રયાસો કરવામાં નિષ્ફળ કેમ…??
જિલ્લા કલેકટર થી લઈ ગાંધીનગર સુધી રજૂઆત કરવા છતાં પ્રશ્ન ઉકેલાયો નથી ICDSના મુખ્ય અધિકારી કેમ ધ્યાને લેતા નથી..!!
ગુજરાતમાં તાજેતરમાં સરકારના મંત્રીઓ,સચિવો ઉચ્ય અધિકારીઓએ રાજ્યના દરેક જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – 2025 અંતર્ગત ઉજવણી કરી છે.પરંતુ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના નાની ગુજેરી આંગણવાડી સામે જોયુ છે ખરું !! ગુજેરી ગામની આંગણવાડી કેન્દ્રમાં ત્રણ વર્ષ પૂર્વે કાર્યકર અને તેડાગર મહિલા કર્મીઓની ભરતી કર્યા બાદ,સ્થાનીક મહિલાની નિમણૂક કરવામાં ન આવતા ગ્રામજનો બાળકોને આંગણવાડી કેન્દ્રમાં પાયાના ભણતર થી દુર રાખી વિરોધ કરી રહ્યા છે.મામલો જે પણ હોય આમાં નાના બાળકો નું શું વાંક…? જેવા અનેક સવાલો ઉદભવ્યા છે.
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના નાની ગુજેરી ગામની આંગણવાડી છેલ્લાં ત્રણ વર્ષથી સંઘર્ષ અને વિવાદનું કેન્દ્રબિંદુ બની છે.ગામના લોકોએ આંગણવાડીમાં સ્થાનિક મહિલાને નોકરી આપવાની માંગ સાથે આંદોલનાત્મક વલણ અપનાવ્યું છે.ગ્રામજનો નો આક્ષેપ છે કે તેમની માંગણીને અવગણવામાં આવી રહી છે, જેના કારણે તેઓએ બાળકોને આંગણવાડીમાં ન મોકલવાનો નિર્ણય લીધો છે.આ વિવાદના પગલે આંગણવાડી કાર્યકરે રાજીનામું આપી દીધું હોવાની પણ લોકચર્ચા એ જોર પકડ્યું છે.હાલ તેડાગર કર્મચારી બાળકો વિના આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવી રહ્યાં છે. જો કે, બાળકો શૈક્ષણિક કાર્યથી વંચિત ન રહે તે માટે છેલ્લા ત્રણ વર્ષથી ગામની જ એક મહિલાના ખાનગી મકાનમાં બાળકોને પાયાનું શિક્ષણ આપી રહ્યા છે.ત્યારે સૌ ભણે સૌ આગળ વધે સૂત્ર અધિકારીઓ ને કદાચ અહીં યોગ્ય લાગતું નહિ હોય!! ગ્રામજનો ના જણાવ્યા અનુસાર ત્રણ વર્ષ જેટલો સમય વીતવા છતાં આ પ્રશ્ન ઉકેલાયો નથી એટલે તંત્રને બાળકોના ભવિષ્ય ચિંતા જ નથી,અત્યાર સુધીમાં કોઈ અસરકારક પગલું ન લેતાં ગ્રામજનોમાં અસંતોષ વ્યાપી ગયો છે. તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી તેમની માંગ સંતોષવામાં નહીં આવે, ત્યાં સુધી બાળકોને આંગણવાડીમાં નહીં મોકલાય તેવું પણ ગ્રામજનો એ જણાવ્યું હતું.બાળકોને સરકારની તમામ યોજનાનો લાભ મળે તે દિશામાં અધિકારીઓ સમાધાનકારી વલણ અપનાવે તે જરૂરી.