BANASKANTHAGUJARATPALANPUR

જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટસ,પાલનપુરની વિદ્યાર્થીનીએ આંતર કોલેજ સ્પર્ધા ‘ટેકવિન્ડો’માં ચેમ્પિયનશિપ મેળવી

9 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટસ,પાલનપુરની વિદ્યાર્થીનીએ આંતર કોલેજ સ્પર્ધા ‘ટેકવિન્ડો’માં ચેમ્પિયનશિપ મેળવી.પાલનપુર, જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સ,પાલનપુર માટે ગૌરવની પળ આવી છે, કેમ કે તેની વિદ્યાર્થીની કુ. ચૌધરી ઊર્મિ કેસરભાઈએ પાટણ યુનિવર્સિટી ખાતે યોજાયેલી આંતર કોલેજ સ્પર્ધા ‘ટેકવિન્ડો’માં પ્રથમ સ્થાન મેળવીને કોલેજનું નામ રોશન કર્યું છે.
આજે પાટણ યુનિવર્સિટી ખાતે યોજાયેલી ‘ટેકવિન્ડો’ સ્પર્ધામાં પાટણ અને આસપાસની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ઊર્મિ કેસરભાઈ ચૌધરીએ ટેકનિકલ કૌશલ્ય અને જ્ઞાનનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ચેમ્પિયનશિપ મેળવી હતી.તેની આ સિદ્ધિ બદલ જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સના પ્રિન્સિપાલ ડૉ. રાધાબેન પટેલ અને સમગ્ર સ્ટાફ દ્વારા તેને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ સાથે, પ્રિન્સિપાલ ડૉ. રાધાબેન પટેલે જણાવ્યું હતું કે ઊર્મિબેન ચૌધરીની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક બની રહેશે અને ભવિષ્યમાં આવા અનેક ક્ષેત્રોમાં કોલેજનું નામ રોશન કરશે.
આ સિદ્ધિ પ્રાપ્ત થાય તે માટે P.T. અધ્યાપક ડૉ. વિપુલભાઈ દેસાઈ, રમતગમત કમિટીના કન્વીનર ડૉ. વિજયભાઈ પ્રજાપતિ અને ડૉ. ભારતીબેન રાવત સહિત કાર્યાલયના સ્ટાફે સખત મહેનત અને મદદ કરી હતી.

Back to top button
error: Content is protected !!