MORBI મોરબીના ગોર ખીજડીયા ગામે પેપર મિલના ઝેરી પ્રદૂષણ સામે ઉગ્ર ચેતવણી

MORBI મોરબીના ગોર ખીજડીયા ગામે પેપર મિલના ઝેરી પ્રદૂષણ સામે ઉગ્ર ચેતવણી
ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમ મોરડીયાએ ગામ નજીક આવેલી પેપર મિલોના ગંભીર પ્રદૂષણ સામે કડક વલણ અપનાવ્યું છે. કારખાનાઓમાંથી નીકળતો ઘુવાણો અને ખુલ્લેઆમ બહાર નાંખવામાં આવતાં કેમિકલથી ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શ્વાસની તકલીફ, પાણી અને ખેતી પર અસર સહિત આરોગ્ય જોખમો વધતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
આ મુદ્દે અગાઉ સરપંચ દ્વારા GPCBથી લઈ NGT સુધી રજૂઆત કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા રસ્તારોકો આંદોલન પણ થયું, છતાં હજી સુધી કોઈ અસરકારક પગલાં લેવાયા નથી—એવો આક્ષેપ છે. પરિણામે તંત્રની બેદરકારી સામે રોષ વધ્યો છે.
પરિસ્થિતિમાં તાત્કાલિક સુધારો ન થાય તો આગામી ૨–૩ દિવસમાં સરપંચ સહિત ગ્રામજનો ભૂખ હડતાળ પર બેસશે તેવી કડક ચીમકી આપવામાં આવી છે. ગ્રામજનોએ દૂષિત કારખાનાઓ સામે તાત્કાલિક કાર્યવાહી, પ્રદૂષણ નિયંત્રણ અને આરોગ્ય સુરક્ષાની માગ સાથે સ્પષ્ટ કર્યું છે કે હવે સહનશક્તિની હદ પૂરી થઈ છે.








