GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના બંગવાડી ડેમ ૮૦% ટંકા ભરાઈ જતાં હેઠવાસ ના ગામો એલર્ટ કરાયા

TANKARA:ટંકારાના બંગવાડી ડેમ ૮૦% ટંકા ભરાઈ જતાં હેઠવાસ ના ગામો એલર્ટ કરાયા
બંગાવડી ડેમ હાલ 80 ટકા ભરાઈ ગયો છે. ત્યારે હેઠવાસના ગામ લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા બંગાવડી સિંચાઇ યોજના સેક્શન ઓફિસર દ્વારા સૂચન અપાયું છે.
ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના બંગાવડી ગામ પાસે આવેલો બંગાવડી ડેમ 80% ભરાઈ ગયો છે. ત્યારે આ દરમ્યાન ટંકારા તાલુકાના બંગાવડી અને જોડિયા તાલુકાના ટીંબડી અને રશનાળ ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તેમજ માલ મિલકત અને ઢોરને નદીના પટમાં ન જવા દેવા તેમજ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.










