
નેશનલ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં રાજુલાની દોશી હરગોવિંદ જશરાજ કન્યા શાળા નંબર 2 ની વિદ્યાર્થીનીને મળ્યો ગોલ્ડ મેડલ.
યોગેશ કાનાબાર રાજુલા
બિહાર ના પટણા ખાતે આયોજિત 21મી નેશનલ એથ્લેટિક ચેમ્પિયનશિપ (CP) માં રાજુલાની દોશી હરગોવિંદ જશરાજ કન્યા શાળા નંબર 2 ની વિદ્યાર્થીની ફલખ અલારખભાઈ સાખાણી એ 100 મીટર દોડ તથા લાંબી કૂદ એમ બે સ્પર્ધામાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળા, શહેર તેમજ ગુજરાતનું નામ સમગ્ર ભારતમાં રોશન કર્યું છે.
આ તકે શાળાના આચાર્ય શ્રી મનિષકુમાર વાઘેલાએ જણાવ્યું હતું કે ફલખને રમતગમતમાં ખૂબ જ રસ છે તેમજ તેમના માતા રેશ્માબેન તથા પિતા અલારખભાઈ પણ પોતાની દિકરી રમત ગમત ક્ષેત્રમાં આગળ વધે તે માટે ખુબ જ સપોર્ટ કરી રહ્યા છે. ફલખ શાળા કક્ષાએથી દોડ તથા લાંબી કૂદ માટે મહેનત કરી રહી હતી . આ દીકરી ભવિષ્યમાં પણ આવી જ્વલંત સિદ્ધિ મેળવી સતત પ્રગતિ કરતી રહે તેવી શાળા પરિવાર તથા એસ. એમ. સી. પરિવાર દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવે છે.





