BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ વિદ્યાલય વિસનગર ખાતે “વિદ્યાર્થી -વાલી પરિસંવાદ સંમેલન યોજવામાં આવ્યું 

૨૩ જૂન વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે તારીખ ૨૨ જૂન ના ધોરણ 9 અને 10 વિદ્યાર્થીઓના વાલીઓની “વાલી મિટીંગ”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહયા હતા.આ પ્રસંગે શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, શાળા સંચાલન સમિતિના પ્રમુખશ્રી ડૉ. સુરેશભાઈ ચૌધરી તથા મંત્રીશ્રી વી.જી.ચૌધરી, છાત્રાલય સમિતિના પ્રમુખશ્રી આઈ.બી.ચૌધરી, તથા અન્ય હોદ્દેદારશ્રી ખુમજીભાઈ કે.ચૌધરી વગેરે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્યશ્રીએ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત અને પરિચય આપી નવી એજ્યુકેશન પોલીસી NEP તથા વ્યવસાયલક્ષી શિક્ષણ વિશે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. શિક્ષકશ્રી એમ.ડી.ચૌધરીએ ‘શિક્ષણ એટલે જીવન જીવવાની કલા’ વિશે વક્તવ્ય આપ્યું હતું. પરીમલ પ્રજાપતિ એ વ્યવસાયલક્ષી વિષયોથી વાલીઓને માહિતગાર કર્યા હતા.આ પ્રસંગે શાળા સંચાલન સમિતિના પ્રમુખશ્રી ડૉ. સુરેશભાઈ ચૌધરીએ વ્યવસાયલક્ષી શિક્ષણ તથા તેના થકી રોજગારની તકો વિશે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરીએ વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળી રહે તથા સાથે સાથે વિદ્યાર્થી આદર્શ નાગરિક બને તે માટે આદર્શ શૈક્ષણિક સંકુલે કરેલા પ્રયાસો અને ભૌતિક સુવિધાઓ વિશે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.આમ સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી વાલી મીટીંગ નું સફળ આયોજન થયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુપરવાઇઝર શ્રી લવજીભાઈ ચૌધરી તથા કોકીલાબેન ચૌધરી એ કર્યું હતું.

Back to top button
error: Content is protected !!