કાંકરેજ તાલુકાના તાણા (થરા) શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે અભ્યાસવર્ગનું આયોજન કરવામાં આવ્યું.
કાંકરેજ તાલુકાના તાણા (થરા) શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે અભ્યાસવર્ગનું આયોજન કરવામાં આવ્યું.

કાંકરેજ તાલુકાના તાણા (થરા) શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે અભ્યાસવર્ગનું આયોજન કરવામાં આવ્યું.
કાંકરેજ તાલુકાના તાણા (થરા) ખાતે આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે તા. ૨૭/૦૭/૨૦૨૫ ને રવિવાર ના રોજ કાંકરેજ તાલુકાના વતની અને ગુજરાત એસ.ટી.ના મુખ્ય કાનૂની અધિકારી વિષ્ણુભાઈ દવે ની અધ્યક્ષતામા કંડકટર કક્ષામાં નિમણુક પામેલ કાંકરેજ તાલુકા ના ઉમેદવારોનો આગામી સમયમાં સન્માન સમારંભ તથા ટૂંક સમયમાં આવનાર વર્કશોપ વિભાગની હેલ્પર કક્ષાની પરીક્ષા નું માર્ગદર્શન મળી રહે તેમજ ઉમેદવારો કોઈ ખોટા પ્રલોભનોમાં ન આવી કોઈ ટૂંકો રસ્તો ન અપનાવે અને માત્ર ને માત્ર તેમની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરે તેવા ઉમદા આશયથી આ તૈયારીઓ ના ભાગરૂપે અભ્યાસવર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. કંડકટરની ભરતીમા નિમણુંક પામેલ ગોસ્વામી હરેશ શાંતિપુરી થરા,જીગર રબારી બુરેઠા,રોહિત સુથાર અધગામ,ભગવાન ચૌધરી વાલપુરા સહીત ૯ જેટલા ઉમેદવારોને વિષ્ણુભાઈ દવે ના વરદ હસ્તે શિલ્ડ આપી સન્માન કર્યા હતું.સાથે સાથે નિગમલક્ષી માહિતી પણ આપવામાં આવેલ. અગામી સમયમાં આવતી હેલ્પર કક્ષાની પરીક્ષા આપતા ઉમેદવારો માટે પરીક્ષા અનુસંધાને ચર્ચાઓ કરવામાં આવી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530