GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લાની આદર્શ નિવાસી શાળા ખમીસણા ખાતે યોજાયો ગ્રાહક સુરક્ષા કાર્યક્રમ

જાગો ગ્રાહક જાગો વિષય પર વિદ્યાર્થીઓ બનાવ્યા અવનવા પોસ્ટર

તા.12/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જાગો ગ્રાહક જાગો વિષય પર વિદ્યાર્થીઓ બનાવ્યા અવનવા પોસ્ટર

સુરેન્દ્રનગર જિલ્લામાં મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી કચેરી દ્વારા આદર્શ નિવાસી શાળા, (વિ.જા) ખમીસણા, સુરેદ્રનગર ખાતે જાગો ગ્રાહક જાગો વિષય પર પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું આ સ્પર્ધામાં આચાર્ય આર પી. પટેલ અને શાળાનાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓ હર્ષભેર જોડાયા હતા તેમજ જાગો ગ્રાહક જાગો વિષયને અનુરૂપ રચનાત્મક પોસ્ટરો બનાવ્યા હતા આ તકે ઉપસ્થિત મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી જે. એચ. આદેશરા દ્વારા વિદ્યાર્થીઓ બનાવેલ અવનવી કૃતિઓનું અવલોકન કર્યું હતું તેમજ જાગો ગ્રાહક જાગો વિષય પર બાળકોને માગૅદશૅન આપ્યું હતું આ સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને અભિનંદન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!