GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL
ધારાસભ્ય દેવાભાઈ માલમ ના હસ્તે રસ્તાના રિસર્ફેસીગની કામગીરીનું ખાતમુહૂર્ત
કેશોદ શહેરમાં રૂ. ૭૦ લાખના ખર્ચે ૨.૫ કિમીમાં રિસર્ફેસીગ કામગીરી થશે

કેશોદ શહેરમાં રૂ. ૭૦ લાખના ખર્ચે ૨.૫ કિમીમાં રિસર્ફેસીગ કામગીરી થશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ધારાસભ્ય દેવાભાઈ માલમ ના હસ્તે રસ્તાના રિસર્ફેસીગની કામગીરીનું ખાતમુહૂર્ત યોજાયુ હતુ.
માર્ગ આને મકાન વિભાગ રાજય હસ્તકના કેશોદ શહેરના રસ્તાઓની રિસર્ફેસીગ કામગીરી નું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ ના હસ્તે કરવમા આવ્યું હતુ. રૂ. ૭૦ લાખના ખર્ચે ૨.૫ કિલોમીટરની રિસર્ફેસીગ કામગીરી ટૂંક સમયમાં પુરી કરવામા આવશે. આમ, રિસર્ફેસીંગની કામગીરી પૂર્ણ થતા વાહનચાલકોને સુરક્ષિત, સરળ અને સુગમ મુસાફરીનો અનુભવ થશે.




