ઉના નાં મોઠા ગામેથી દીપડા નો શંકાસ્પદ હાલતમાં મુતદેહ આવ્યો વન વિભાગની ટીમ એ તપસ હાથ ધરી
જસાધાર એનીમલ કેર ખાતે પી એમ અર્થે ખસેડવામાં આવ્યો
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ઉના નાં મોઠા ગામેથી દીપડા નો શંકાસ્પદ હાલતમાં મુતદેહ આવ્યો વન વિભાગની ટીમ એ તપસ હાથ ધરી
જસાધાર એનીમલ કેર ખાતે
પી એમ અર્થે ખસેડવામાં આવ્યો
ઉનાના મોઠા ગામની સીમ વાડી પાસે એક દીપડો મૃત હાલતમાં મળી આવતાં આ અંગે વન વિભાગે જાણ થતાં ઘટનાસ્થળે દોડી જઇ દીપડાના મૃતદેહનો કબ્જો લીધો હતો
અને જશાધાર એનિમલ કેર ખાતે પી એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો
મોઠા ગામની સીમ વિસ્તારમાં રહેતાં ખેડૂત ભરતભાઈ મુંજાભાઈની વાડીની બાજુમાં એક દીપડો મૃત હાલતમા પડેલો હતો. આજુબાજુના લોકોને નજરે આવતાં વન વિભાગે જાણ કરવામાં આવી હતી. વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને દીપડાનો મૃતદેહ લઈ પી એમ અર્થે જસાધાર એનિમલ કેર સેન્ટર હોસ્પિટલ મોકલી આપ્યો છે દીપડાના મોતનું કારણ અકબંધ હોય તેનો પીએમ રિપોર્ટ આવ્યા બાદ હકીકત જાણવા મળે . આ દીપડો અંદાજે 2થી 3 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે