AMRELI CITY / TALUKOGUJARATRAJULA

રાજુલા માં તાલુકા કક્ષા નો બાળ વૈજ્ઞાનિક મેળો યોજાયો

અનેક મહાનુભાવો રહ્યા હાજર

યોગેશ કાનાબાર રાજુલા

રાજુલા માં તાલુકા કક્ષા નો બાળ વૈજ્ઞાનિક મેળો યોજાયો

જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર પ્રેરિત,જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી માર્ગદર્શિત રાજુલા તાલુકા કક્ષા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કન્યા શાળા 3 રાજુલા મુકામે યોજાયો આ મેળા માં કુલ 5 વિભાગમાં 40 જેટલી કૃતિઓનું નિદર્શન કરવામાં આવ્યું.જેમાં તાલુકાના કુલ 80 બાળકો એ ભાગ લીધો હતો આ કાર્યક્રમ માં મહેમાનોએ બહોળી સંખ્યામાં હાજરી આપેલ આવેલ તમામ મહેમાનો હસ્તે દીપ પ્રાગટ્ય સાથે ગાયત્રી મંત્ર ના બોલી આ કાર્યકમ શરૂ કરવામાં આવેલ નવદુર્ગા સ્વરૂપ આવેલ તમામ મહેમાનો ને અતિથિ સત્કારમાં તુલસી રોપ આપવામા આવ્યા.આ કાર્યક્રમ માં રાજુલા પ્રાંત અધિકારીશ્રી ડોકટર મેહુલ બરસરા,ડાયેટ લાયજન કાર્તિક ભાઈ વ્યાસ,,ટી પી ઇ ઓ રાજુલા ડો.હીનાબેન ચાંવ,શિક્ષક સંઘ પ્રમુખશ્રી ધર્મેન્દ્ર ભાઈ ધાધલ, જિલ્લા મહામંત્રી પ્રમોદ ભાઈ કાનપરિયા, ભાજપ મહામંત્રી શ્રી પીઠાભાઈ નકુમ,એ.પી.એમ ટર્મિનલમાંથી ડો.શૈલેન્દ્ર ગુપ્તા,,કે.ની મનીષભાઈ વાઘેલા તથા લાલજીભાઈ સિંધલ,સુરેશભાઈ ધાખડા,આઈ ટી આઈ આચાર્ય જાની સાહેબ,અગ્રણીશ્રી મનુભાઈ વિરાભાઈ ધાખડા, રામકુભાઈ ધાખડા,નજુબાપુ ,શશીભાઈરાજ્યગુરુ,મામા(કોટીલા),નિવૃતવિજ્ઞાન શિક્ષકશ્રી કથુભાઈ કોટીલા,નિલેશભાઈ , સ્વદીપ વિકાસ શિક્ષણ સંસ્થાની ટીમ,નિર્ણાયક ગણ હેમેન્દ્ર ભાઈ ,પત્રકાર મિત્રોમાં યોગેશ ભાઈ કાનાબાર વિપુલ ભાઈ લહેરી,જી એચ સી એલ માંથી રવિભાઈ અને હનીફભાઈ વગેરે મહેમાનો ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરેલ.એ.પી.એમ તરફથી થ્રી ડી શો રાખવામાં આવેલું જેમાં 800 જેટલા બાળકોએ લાભ લીધો.શિલ્ડ,પ્રમાણ પત્ર અને મેડલ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. માર્ગદર્શક શિક્ષકશ્રીઓને પ્રમાણ પત્ર આપી પ્રોત્સાહિત કરવામા આવેલ. તાલુકાની ઘણી શાળાઓના બાળકોએ પણ આ પ્રદર્શન નિહાળેલ. એ પી એમ દ્વારા અલગથી પ્રદર્શન આયોજન કરવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમનું આયોજન રાજુલા ટીમ બી આર સી દવારા કરવામાં આવેલ.સ્ટેજ સંચાલન વિનોદ ભાઈ જાની દ્વારા કરવામાં આવેલ.સમગ્ર આયોજનમાં ટીમબી આર સી રાજુલા,કન્યાશાળા 3 તથા એ પી એમ સંચાલિત સ્વદીપ શિક્ષણ સંસ્થા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ.
અંતમાં આવેલ તમામ મહેમાનો.તથા.આચાર્યો
શિક્ષકગણ,અધિકારી,
પદાધિકારી નો આભાર ટીમ બી આર સી રાજુલા દ્વારા માનવામાં આવ્યો.

Back to top button
error: Content is protected !!