ARAVALLIGUJARATMODASA

મેઘરજમાં તાલુકા કક્ષાનો વિજ્ઞાનમેળો યોજાયો, વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવી 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજમાં તાલુકા કક્ષાનો વિજ્ઞાનમેળો યોજાયો, વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવી

સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ ને વિજ્ઞાન અને ગણિત પ્રત્યે જ્ઞાન વધે અને ટેકનોલોજી પ્રત્યે રુચિ વધે એ માટે દરેક તાલુકા અને જિલ્લા કક્ષાએ વિજ્ઞાન મેળાઓ યોજાય છે ત્યારે આજે મેઘરજ માં તાલુકા કક્ષા નો વિજ્ઞાનમેળો યોજાયો

રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માં ગણિત અને વિજ્ઞાન બાબત માં પુરી જાણકારી પ્રાપ્ત થાય ,પ્રાયોગિક જ્ઞાન વધે એ માટે દરેક ક્લસ્ટર કક્ષાએ વિજ્ઞાન મેળાઓ યોજાય છે અને ક્લસ્ટર કક્ષાએ જે વિજયી બને એમને તાલુકા કક્ષાએ વિજ્ઞાન મેળા યોજાય છે એ મુજબ મેઘરજ ખાતે વીજ્ઞાન મેળો યોજાયો ,જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા ડામોર,જિલ્લા શિક્ષણ અધિકારી નૈનેશ દવે,સહિત ના શિક્ષકો અને વિધ્યાર્થીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા

આ વિજ્ઞાન મેળા માં ક્લસ્ટર લેવલે જે કૃતિઓ વિજયી બની હોય એ તાલુકા કક્ષાએ ભાગ લેતા હોય છે ત્યારે પાંચે વિભાગ ના કુલ 23 ક્લસ્ટર ની 115 કૃતિઓ રજૂ કરી હતી વિદ્યાર્થીઓ એ જાતે અલગ અલગ પ્રકાર ના મોડેલ અને ચાર્ટ બનાવ્યા છે રનિંગ મોડેલ પણ બનાવ્યા છે શાળા લેવલથી જ વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિશે જાણકારી મેળવે ગણિત માં રુચિ વધે એ માટે આ વિજ્ઞાન મેળા યોજાતા હોય છે તાલુકા માં જે કૃતિ શ્રેષ્ટ આવે એ જિલ્લા કક્ષાએ ભાગ લીધો

Back to top button
error: Content is protected !!