રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અંતર્ગત નવી અરજીઓ આમંત્રિત કરાઈ

૧૧ સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે “દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાય” યોજનાનો અમલ કરવામાં આવ્યો છે.આ યોજના હેઠળ પ્રાકૃતિક કૃષિ કરતા હોય કે કરનાર હોય જેઓ પાસે આઇડેન્ટિફિકેશન ટેગવાળી દેશી ગાય છે અને પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ છે તેઓ અરજી કરી શકશે.અગાઉના વર્ષોમાં જે ખેડૂતોએ અરજી કરેલ હોય અને ચાલુ વર્ષે લાભ મેળવનાર ખેડૂતો સિવાયના અન્ય ખેડૂતો માટે આ યોજના અંતર્ગત નવી અરજીઓ મેળવવા માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ તા. ૦૮- ૦૯- ૨૦૨૫ થી તા. ૧૭- ૦૯- ૨૦૨૫ સુધી આ પોર્ટલ ખુલ્લું રહેશે. તો ખેડૂતોને વિનંતી છે કે તેઓ આ સમય મર્યાદામાં પોતાની અરજી આ પોર્ટલ મારફતે કરી આ યોજનાનો લાભ મેળવે. તેમ પ્રોજેકટ ડાયરેક્ટર (આત્મા)-વ-નાયબ ખેતી નિયામક (તાલીમ) ખેડૂત તાલીમ કેન્દ્ર-ડીસા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.



