અહેવાલ-બળવંતસિંહ ઠાકોર
આંતરરાષ્ટ્રીય વયો વૃદ્ધ દિવસ ઉજવણી નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાણસોલની ટીમે ૧૪ પથારીવશ દર્દીઓની મુલાકાત લીધી હતી. NPHCE પ્રોગ્રામ અંતર્ગત ૧ ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય વયો વૃદ્ધ દિવસ ઉજવણી નિમિત્તે તારીખ ૩૦ સપ્ટેમ્બરથી તારીખ પાંચ ઓક્ટોબર સુધી સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાણસોલ વિસ્તારના આયુષ્માન આરોગ્ય કેન્દ્ર – ચાણસોલ ડભાડ ડાલીસણા નાનીવાડા બળાદ ના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રીઓ , આયુષ મેડિકલ ઓફિસર શ્રી , આરોગ્યના કર્મચારીઓ દ્વારા વિસ્તારના કુલ ૧૪ પથારીવશ દર્દીઓની મુલાકાત લેવામાં આવી હતી .જેઓની ઘરે જઈ બ્લડપ્રેશર , ડાયાબિટીસ ની ચકાસણી કરવામાં આવી હતી .
આ સૌને સ્વચ્છતા , પોષણયુક્ત આહાર , તેમજ યોગ અને હળવી કસરતો શીખવવામાં આવી તેમજ પરિવારજનોને જેવો સાર સંભાળ લઇ રહ્યા હતા તેઓને ઉપરોક્ત બાબતે સમજાવવામાં આવ્યા હતા. તેમજ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત માનસિક સ્વાસ્થ્યની સમસ્યા વિશે ચર્ચા કરવામાં આવી હતી .પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાણસોલની ટીમ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તમામ પ્રકારની સારવાર તેમજ સાર સંભાળ માટે સલાહ સુચન આપવા હર હંમેશ કટીબધ્ધ રહેશે.