વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
મળતી માહિતી અનુસાર, ઉતર ડાંગ વન વિભાગમાં સમાવિષ્ઠ ભેંસકાતરી રેન્જનાં સાવરખડી મુખ્યમાર્ગ પરથી ગેરકાયદેસર સીસમનાં લાકડાની તસ્કરી થવાની બાતમી ઉતર ડાંગ વન વિભાગના ડીએફઓ દીનેશ રબારીને મળી હતી.જે બાતમીનાં આધારે ભેંસકાતરી રેન્જનાં આર.એફ.ઓ સમીર કોંકણી સહિત વનકર્મીઓની ટીમે સાવરખડી વિસ્તારમાં રાત્રી દરમ્યાન ચેકીંગ હાથ ધર્યું હતુ.ત્યારે રાત્રી 11.00 વાગ્યાનાં અરસામાં એક શંકાસ્પદ બળદ ગાડું પસાર થતા તેને વનકર્મીઓએ રોકી તપાસ કરતા ગેરકાયદેસર રીતે સીસમનાં લાકડા ભરેલ બળદ ગાડું હોવાનું માલુમ પડયુ હતુ. હાલમાં ભેંસકાતર વન વિભાગની ટીમે બળદ ગાડામાં ભરેલ સીસમનાં લાકડા ગેરકાયદે હોવાનું જણાઈ આવ્યા હતા.જેથી વન વિભાગની ટીમે તપાસ કરતા સીસમનાં 0.417 ઘનમીટરનાં સિસમનાં લાકડા મળી આવ્યા હતા.જેની બજાર કિમત 15,131 જ્યારે બળદ ગાડાની કિમત રૂ.10 હજાર મળી કુલ 25,131નો મુદ્દામાલ કબજે કરી વન વિભાગની ટીમે વધુ કાર્યવાહી હાથ ધરી હતી..