
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા એસ.ઓ.જી.પોલીસ સ્ટાફનાં માણસોએ લાજપોર મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ રજા પરથી ફરાર થયેલ કેદીને ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર,સી.આર.પી.સી.કલમ-૧૨૫ (બી.એન.એસ.એસ. કલમ-૧૪૪) મુજબના ગુનાના કામે લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતેના પાકા કામના રફીકભાઈ અબ્બાસભાઈ શેખ (રહે. આહવા પટેલપાડા, મીલપાડા વિધાલય આહવા જી.ડાંગ) ને નામદાર ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના સ્પે.ક્રમી એ. કેસ હેઠળ તા.૦૮/૦૯/૨૦૨૫ના હુકમ આધારે લાજપોર મધ્યસ્થ જેલ, સુરત દ્વારા તા. ૧૦/૧૦/૨૦૨૫ થી દિન-૭ ની પેરોલ રજા પર મુકત કરવામાં આવેલ હતા.જે કેદીને તા. ૧૮/૧૦/૨૦૨૫ના રોજક.૧૨/૦૦ વાગે જેલ ખાતે હાજર થવાનું હોય પરંતુ મધ્યસ્થ જેલ, લાજપોર, સુરત ખાતે પરત હાજર થયો ન હતો.અને ફરાર થઇ ગયો હતો. ત્યારે ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા એસ.ઓ.જી. પી.એસ.આઇ. નિરંજનની ટીમે પાકા કામના કેદીની હ્યુમન રીસોર્સથી બાતમી હકિકત મેળવી મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર ખાતેથી પકડી પાડયો હતો.આરોપીની અટકાયત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી લાજપોર, મધ્યસ્થ જેલ, સુરત ખાતે સોંપી દીધેલ છે..





