વલસાડ જિલ્લાના ઉમરગામના ખતલવાડાની ૨૭ વર્ષીય પરિણીતા તેના બે બાળકો સાથે ગુમ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના માણેકપુર, ખતલવાડા, અરદેસર ફળિયું ખાતે રહેતી ૨૭ વર્ષીય પૂજા રાહુલભાઈ હળપતિ તેમની ૭ વર્ષીય પુત્રી શ્રુતી રાજુલ હળપતી અને ૫ વર્ષીય પુત્ર રીયાન્સ રાહુલ હળપતિને સાથે લઈ પોતાના ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વિના કશે જતા રહ્યા હતા અને આજદિન સુધી પરત ફર્યા નથી. ગુમ પૂજા ઘઉંવર્ણ અને ૫ ફૂટ ૩ ઈંચ ઉંચાઈ ધરાવે છે. તેમના જમણા હાથમાં દાઝેલાનું નિશાન છે. શ્રૂતી ઘઉંવર્ણ, આશરે ૩ ફૂટ ઉંચાઈ અને રીયાન્સ ઘઉંવર્ણ અને આશરે ૨ ફૂટ જેટલી ઉંચાઈ ધરાવે છે. રીયાન્સને કમરના ભાગે જૂનું વાગેલાનું નિશાન છે. આ ત્રણેય ગુજરાતી, હિન્દી અને વારલી ભાષા જાણે છે. જો કોઈને પણ આ મહિલા અને બાળકોની ભાળ મળે તો ભીલાડ પોલીસ સ્ટેશનનો, પોલીસ કંટ્રોલ રૂમ નં.-૦૨૬૩૨-૨૫૩૩૩૩ અને ઈ-મેઈલ
<span;>એડ્રેસ sp-val@gujarat.gov.in પર સંપર્ક કરી જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.




