ઉના તાલુકાના ભાચા ગામે દીપડી કુવામાં પડતા જશાધાર વન વિભાગની ટીમે ચાલુ વરસાદમાં રેસ્ક્યુ કરી સલામત બહાર કાઢી જશાધાર વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ઉના તાલુકાના ભાચા ગામે દીપડી કુવામાં પડતા જશાધાર વન વિભાગની ટીમે ચાલુ વરસાદમાં રેસ્ક્યુ કરી સલામત બહાર કાઢી જશાધાર વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી
ગીર પૂર્વ વન વિભાગ ધારી હેઠળ ની જશાધાર રેન્જ ના કાર્યક્ષેત્ર રાઉન્ડની ધોકડવા બીટ ના કાર્યક્ષેત્રમાં ઉના તાલુકાના ભાચા ગામે આવેલ દાનાભાઈ બીજલભાઇ વંશ ની વાડીના કુવામાં વન્યજીવ દીપડી એક પડેલ હોવાની જાણ વન વિભાગ જશાધાર ને વહેલી સવારના 6:00 વાગ્યાના આસપાસ થતા વન વિભાગના સ્ટાફે રાજદીપસિંહ ઝાલા નાયબ વન સંરક્ષણ ધારી ની સુચના તેમજ એમ આર ઓડેદરા મદદનીશ વન સરક્ષણ ઉનાના સીધા માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એલ.બી ભરવાડ તેમજ જસાધાર રાઉન્ડમાં સ્થાનિક સ્ટાફ દ્વારા ટ્રેક્ટરની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી સ્થળ ચકાસણી કરતા આકસ્મિક રીતે દીપડિ કૂવામાં પડિ હોઈ તેવું જોવા મળતા
ચાલુ વરસાદમાં દિલ ધડક રેસ્ક્યુ કરી પાંજરૂ ઉતારીને દીપડી ને જીવતી સલામત બહાર કાઢવામાં આવી હતી
અને જશાધાર વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી





