AHAVADANGGUJARAT

એલ.સી.બી. પોલીસની ટીમે દેશી બંદૂક સાથે વઘઇ તાલુકાના એક ઇસમને ઝડપી પાડ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં પોલીસ વડા યશપાલ જગાણીયા તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ સબ ઇન્સ્પેકટર કે.જે.નિરંજન તથા તેમની ટીમમાં એ.એસ.આઈ પ્રમોદ ગનસુ નિવર,આ.હે.કો લક્ષમણભાઈ જયવન ગવળી,રંણજીતભાઈ યુ.પવાર,તથા પો.કો પ્રદીપભાઈ એસ.કાગડેનાઓએ  ડાંગ જિલ્લામાં પ્રોહી/જુગાર તેમજ વણ શોધાયેલ ગુન્હાઓને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ.તે દરમ્યાન વઘઇ તાલુકાનાં ભેંસકાતરી-કાલીબેલ રોડ ઉપર આવેલ માયાદેવી મંદિર તરફ જવાના ત્રણ રસ્તા પાસે આવતા એલ.સી.બી.નાં અ.હે.કો.લક્ષ્મણભાઇ જયવનભાઇ ગવળીનાઓને એક ઈસમ પાસે દેશી હાથ બનાવટ વાળી બંદૂક હોવાની બાતમી મળી હતી.આ મળેલ બાતમી આધારે ડાંગ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને કાકરદા ગામ કુકડાની ડોકી તરફનાં પગદંડી રસ્તેથી આરોપી-દિનેશભાઇ દેવ્યાભાઇ કોદીયા, ઉ.વ.33, રહે.કાકરદા, કરડી ફળીયું, તા.વઘઇ, જિ.ડાંગ.વાળાના કબ્જામાંથી એક દેશી હાથ બનાવટની બંદુક કિ.રૂ.5,000/-ની મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી મજકુર આરોપી વિરૂધ્ધમાં વઘઇ પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારાની કલમ-25(1)એ મુજબનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!