AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસની ટીમે મહારાષ્ટ્રના સાંગલીથી ગુમ થયેલ દીકરીને શોધી પરિવાર સાથે મિલાપ કરાવ્યો..

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ગુજરાત પોલીસના “સેવા, સુરક્ષા અને શાંતિ” ના મંત્રને સાર્થક કરતા સાપુતારા પોલીસ સ્ટેશનની ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે.”ઓપરેશન મિલાપ” અંતર્ગત સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.પી.ડી.ગોંડલીયાનાં માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ.સંજયભાઈ ભોયેની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી ૫૫૦ કિલોમીટર દૂર મહારાષ્ટ્ર રાજ્યનાં સાંગલી જિલ્લામાંથી એક ગુમ થયેલ દીકરીને સુરક્ષિત રીતે શોધી કાઢી તેના પરિવાર સાથે સુખદ મિલાપ કરાવ્યો છે.ડાંગ-આહવાનાં પોલીસ અધિક્ષક  પૂજા યાદવ દ્વારા ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક કે.આર.ડીમરીનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી. ગોંડલીયાના નેતૃત્વમાં એક ટીમની રચના કરવામાં આવી હતી.પોલીસ ટીમે ટેકનિકલ માધ્યમો અને બાતમીદારોનો ઉપયોગ કરી તપાસ હાથ ધરી હતી, જેમાં જાણવા મળ્યું હતુ કે ગુમ થયેલ દીકરી મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના વિટા ગામે છે. સાપુતારા પોલીસની ટીમે તાત્કાલિક ત્યાં પહોંચી દીકરીને શોધી કાઢી હતી.ત્યારબાદ તેનું યોગ્ય કાઉન્સેલિંગ કરી તેને સલામત રીતે સાપુતારા પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી અને તેના પરિવારને સોંપવામાં આવી હતી..

Back to top button
error: Content is protected !!