વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં ટેકપાડા ગામમાં એક બળદને શિંગડાનું કેન્સર થયુ હતુ.આ બળદ ગંભીર સ્થિતિમાં હોવા છતા વધઈ તાલુકાના કાલીબેલ ગામે કાર્યરત પશુ દવાખાનાની ડો. શેફાલી અને પાયલટ ચેતનભાઈની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને બળદનું સફળ ઓપરેશન કર્યું હતુ. ડાંગ જિલ્લામાં હાલ 07 ગામ દીઠ 10 ફરતા પશુ દવાખાનાની એમ્બ્યુલન્સ કાર્યરત છે. આવી એમ્બ્યુલન્સ સેવાઓ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે.ત્યારે વઘઈ તાલુકાના કાલીબેલ ગામ ખાતે આવેલ પશુ દવાખાનામાં કાર્યરત ડોક્ટર શેફાલી અને પાયલોટ ચેતનભાઇ ઉપર ટેકપાડા ગામ ખાતેથી ઇમરજન્સી કોલ આવ્યો હતો.જે બાદ એમ્બ્યુલન્સ સાથે ડોક્ટરો તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચ્યા હતા.અહી ડોક્ટર દ્વારા બળદ ની તપાસ કરવામાં આવતા જાણવા મળ્યુ હતું કે, બળદને શિંગડા નું કેન્સર થયેલ છે.ત્યારે બળદના શિંગડાની તાત્કાલિક સર્જરી કરવી પડે એમ હતી. જેથી ડોક્ટર શેફાલી અને પાયલોટ ચેતનભાઇ અને જીવાભાઈ તથા વેટરનરી ડોક્ટરની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળ પર ઓપરેશન કરી બળદને પીડા મુક્ત કરવામાં આવ્યો હતો અને બળદને એક નવું જીવદાન આપવામાં આવ્યુ હતુ. અહી ડોક્ટરોની ટીમ દ્વારા બળદનું સફળ ઓપરેશન કરવામાં આવતા મંગળભાઈ પાડવી અને ગામના લોકોએ નિઃશુલ્ક અને સમયસર સારવાર આપવા બદલ EMRI Green health services સંસ્થા અને ડૉક્ટરોનો ખૂબ આભાર માન્યો છે..