DANGGUJARATWAGHAI

વઘઇ પોલીસની ટીમે દારૂનો જથ્થો ભરેલ ઇકો સ્પોર્ટ કાર સાથે એકને ઝડપી પાડ્યો.જ્યારે એક વોન્ટેડ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવડાંગ જિલ્લાની વઘઈ પોલીસે બોરીગાવઠા ખાતેથી કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો.તેમજ દારૂના જથ્થા સહિત અંદાજે 4.05 લાખ કરતા વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.અને પોલીસને જોઇને નાસી છૂટનાર કાર ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.વઘઈ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,”એક ઈકો સ્પોર્ટ સફેદ કલરની કાર રજી નં.GJ-06-HD-2011 માં  ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી બે ઈસમો નવાપુરથી નિકળેલ છે.અને ડાંગ જિલ્લાનાં બોરીગાવઠા ખાપરી નદીના બ્રીજ ઉપરથી પસાર થનાર છે.” જે બાતમીના આધારે વઘઈ પોલીસ મથકનાં સ્ટાફનાં કર્મીઓએ બોરીગાવઠા ખાપરી નદીના બ્રીજ ઉપર નાકા બંધી કરી હતી.ત્યારે કાર રજી. નં.GJ-06-HD-2011 ના ચાલક એ દૂરથી પોલીસની નાકા બંધી જોઈ લેતા કાર ચાલક તોફીક ઉર્ફે મામુ વલ્લિભાઈ (રહે.નવસારી તા.જી.નવસારી ) પોલીસને જોઇને નાસી છૂટયો હતો.જોકે પોલીસે કારમાં સવાર અશફાક ગુલામ કાદર મુલ્લા મોહમદ(રહે.સુરત તા.જી.સુરત) ની અટકાયત કરી હતી. તેમજ કારમાંથી  પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 1,00,200/- તથા મોબાઈલ જેની કિંમત રૂપિયા 5 હજાર તથા કાર જેની કિંમત રૂપિયા 3 લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા 4,05,200/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.અને પોલીસને જોઇને નાસી છૂટનાર તોફિક ઉર્ફે મામુ વલ્લીભાઈ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.હાલમાં વઘઈ પોલીસે આ અંગેનો ગુનો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!