મહિલાઓની જાતીય સતામણી નિવારણ, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ અધિનિયમ ૨૦૧૩

22 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠાની તમામ સરકારી/બિનસરકારી/ખાનગી/જાહેર કે સ્વાયત સંસ્થાઓએ આંતરિક સમિતિની રચના કરવાની રહેશે કોઈપણ સંસ્થામાં ૧૧ અથવા તેનાથી વધુ કર્મચારીઓ કાર્યરત હોય તો તેમને સમિતિની રચના કરવાની રહેશ કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૪(૧) અનુસાર તમામ સરકારી / બિનસરકારી સંસ્થાઓ, ખાનગી એકમો, જાહેર સાહસો અને સ્વાયત સંસ્થાઓ, જ્યાં ૧૧ અથવા તેનાથી વધુ કર્મચારીઓ કાર્યરત હોય તેમના માટે આંતરિક સમિતિની રચના કરવાની કાયદાકીય જોગવાઈ રહેલી છે.
બનાસકાંઠા જિલ્લામાં પણ તમામ સરકારી કચેરીઓ, બિનસરકારી સંસ્થાઓ, ખાનગી એકમો, જાહેર સાહસો અને સ્વાયત સંસ્થાઓ કે જ્યાં ૧૧ અથવા તેનાથી વધુ કર્મચારીઓ કાર્યરત હોય તેમને આંતરિક સમિતિની રચના કરીને તેની માહિતીની નકલ જિલ્લા નોડલ અધિકારી તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારી, બનાસકાંઠાને મોકલવાની રહેશે.બનાસકાંઠાની એવી સંસ્થાઓ જ્યાં કર્મચારીઓની સંખ્યા ૧૧ કરતા ઓછી છે તેમને આંતરિક સમિતિની રચનાની કરવાની થતી નથી પણ તેની માહિતીનીજાણકારી wcobanaskantha@gmail.com પર ઇ-મેઇલ દ્વારા આપવાની રહેશે. આ અધિનિયમ અંગે વધુ વિગતો અને આંતરિક સમિતિની રચના અંગેની માર્ગદર્શિકા માટે wcd.gujarat.gov.in વેબસાઇટ પર જોવા મળશે.
આ અંગે વધુ માહિતી માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી, બનાસકાંઠા ખાતે ફોન નંબર ૦૨૭૪૨-૨૬૧૦૦૦ પર સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.




