AHAVADANGGUJARAT

વઘઇ પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં પીક-અપ ચોરીનો ભેદ ઉકેલ્યો:- બે આરોપીઓની ધરપકડ..

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના વઘઇ ટાઉનમાંથી રાત્રિના સમયે ચોરાયેલી પીક-અપ ગાડીના ગુનાનો ભેદ વઘઇ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી રૂા. ૮,૦૦,૦૦૦/- ની કિંમતની પીક-અપ રિકવર કરી છે.ફરિયાદી મહમદ અયાઝ નાસીરભાઇ ધાનાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની પીક-અપ (રજીસ્ટ્રેશન નંબર: GJ-26-U-1848) વઘઇ હનુમાન ફળીયા પુલ પાસે રોડની સાઇડમાં પાર્ક કરેલી હતી. રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો આશરે ૮ લાખની કિંમતનું આ વાહન ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ અંગે વઘઇ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ  ડાંગ પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.જેમાં વઘઇ પોલીસ મથકનાં પી.આઈ.વી.કે.ગઢવીની ટીમ દ્વારા તપાસ માટે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સની મદદ લેવામાં આવી હતી. ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરીને પોલીસે શંકાસ્પદોની પૂછપરછ શરૂ કરી હતી.પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં જ મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પરથી નીચે મુજબના બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.પોલીસે દેવીદાસભાઇ રામજયાભાઇ ભોયે (ઉ.વ. ૪૨)રહે. મોટામાળગામ, તા. સુરગાણા, જિ. નાસિક મહારાષ્ટ્ર) અને મધુભાઇ રામજયાભાઇ ભોયે (ઉ.વ. ૩૫ રહે. જામનવિહિર ગામ, તા. આહવા, જિ. ડાંગ)ની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!