કેરાલા રાજ્યના મહિલા પત્રકારોની ટીમે આણંદ ખાતે અમૂલ ડેરીની મુલાકાત લીધી

કેરાલા રાજ્યના મહિલા પત્રકારોની ટીમે આણંદ ખાતે અમૂલ ડેરીની મુલાકાત લીધી
તાહિર મેમણ – આણંદ – 19/12/2024 – આણંદ ખાતે આવેલી વિશ્વપ્રસિદ્ધ અમૂલ ડેરી ની મુલાકાતે આજે કેરાલા રાજ્યના ૧૦ જેટલા મહિલા પત્રકારોની ટીમ આવી પહોંચી હતી.
આ મહિલા પત્રકારોની ટીમ ઉપરાંત કેરાલા રાજ્યના થીરુઅનંતપુરમ ના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના બે મહિલા અધિકારીઓ સાથે અમૂલ ડેરીની મુલાકાત લીધી હતી.
અમૂલ ડેરીના મહિલા અધિકારી પ્રીતિ શુક્લા એ અમૂલ ની સ્થાપના કેવી રીતે થઈ અમૂલ દ્વારા કઈ કઈ પ્રોડક્ટ બનાવવામાં આવે છે અમુલ રાજ્ય દેશ અને રાજ દેશની બહાર ક્યાં ક્યાં વિસ્તરેલું છે અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પશુપાલકો સાથે અમુલ કેવી રીતે કામ કરે છે ઉપરાંત ડોક્ટર વર્ગીસ કુરિયન દ્વારા અમૂલ માટે કરવામાં આવેલી કામગીરી અને ડોક્ટર વર્ગીસ કુરિયર ને મળેલ વિવિધ એવોર્ડ્સ સહિતની વિગતોથી કેરાલા રાજ્યની મહિલા પત્રકારોને વાકેફ કર્યા હતા અને પ્લાન્ટ ની મુલાકાત કરાવીને વિસ્તૃત સમજ આપી હતી.
કેરાલા રાજ્યના ધ હિન્દુ પેપરના સ્પેશિયલ કોરસ્પોંન્ડન્ટ શ્રી આર.કે રોશનીએ જણાવ્યું કે અમૂલની મુલાકાતથી અમે પ્રભાવિત થયા છીએ અમે અમુલ વિશે જે જાણતા હતા તેનાથી વધુ જાણકારી અમને મળી છે અમુલ ગુજરાત દેશ અને દેશ-વિદેશમાં પણ નામના મેળવેલ છે ત્યારે આજની મુલાકાત અમારા માટે ખૂબ જ ઉપયોગી રહી તેમ તેમણે જણાવ્યું હતું.
થીરુઅનંતપુરમ ના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના નાયબ નિયામક શ્રી ડોક્ટર અથીરા થાંપી એ અમૂલની મુલાકાત ને યાદગાર ક્ષણ ગણાવી હતી.
આ મુલાકાત વેળાએ પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો અમદાવાદના ઇન્દ્રવદનસિંહ ઝાલા હાજર રહ્યા હતા.





