GUJARATPANCHMAHALSHEHERA

શહેરા વન વિભાગ દ્વારા ગેરકાયદે લાકડા ભરેલો ટેમ્પો ઝડપાયો: ૨.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

શહેરા: પરીક્ષેત્ર વન અધિકારી આર.વી. પટેલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ દ્વારા વન્ય સંપત્તિની ચોરી અટકાવવા માટે સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન મંગલીયાણા રાઉન્ડના સ્ટાફ દ્વારા વાધજીપુરથી બખ્ખર રોડ પર પેટ્રોલિંગ કરતી વખતે વાધજીપુર ચોકડી પાસેથી પસાર થતા એક શંકાસ્પદ ટેમ્પો (નંબર: જી.જે. ૦૩ ટી ૨૭૨૩) ને અટકાવ્યો હતો. તપાસ કરતા તેમાં કોઈપણ પાસ-પરમિટ વગર વહન કરાતા લીલા તાજા પંચરાઉ ઈમારતી લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. વન વિભાગે ટેમ્પો અને લાકડા સહિત અંદાજે રૂપિયા ૨,૮૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી, તેને વધુ તપાસ અર્થે શહેરા રેન્જ કમ્પાઉન્ડ ખાતે ખસેડ્યો છે. આ કામગીરીમાં મંગલીયાણાના ઇન્ચાર્જ રાઉન્ડ ફોરેસ્ટર એસ.બી. માલીવાડ તથા ડુમેલાવના ઇન્ચાર્જ બીટગાર્ડ એ.એસ. પરમાર જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!