GUJARATPANCHMAHALSHEHERA
શહેરા વન વિભાગ દ્વારા ગેરકાયદે લાકડા ભરેલો ટેમ્પો ઝડપાયો: રૂ. ૩.૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત

પંચમહાલ ગોધરા
નિલેશ દરજી શહેરા
શહેરા: વન વિભાગ પરીક્ષેત્ર વન અધિકારી આર.વી. પટેલના માર્ગદર્શન હેઠળ શહેરા રેન્જ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન વાધજીપુર રસ્તા પાસેથી વગર પાસ-પરમીટે લીલા તાજા સાગી તથા પંચરાઉ ઇમારતી લાકડાનું વહન કરી રહેલા ટેમ્પા નંબર GJ 01 VV 8669 ને ઝડપી પાડવામાં આવ્યો હતો. વન વિભાગની ટીમે લાકડા અને વાહન સહિત અંદાજે કુલ રૂપિયા ૩,૬૫,૦૦૦નો મુદ્દામાલ સરકાર હસ્તક કરી વધુ તપાસ અર્થે શહેરા રેન્જ કચેરી ખાતે ખસેડ્યો છે. આ કામગીરીમાં રાઉન્ડ ફોરેસ્ટર જે.વી. પુવાર મગલીયાણા, એસ.બી. માલીવાડ શહેરા, ઇન્ચાર્જ એ.એસ. પરમાર ડુમેલાવ, બીટ ગાર્ડ એચ.એમ. સિસોદિયા મગલીયાણા અને રોજમદાર એન.કે. સોલંકી સહિતનો સ્ટાફ જોડાયો હતો.






