Rajkot: “એક પેડ માં કે નામ” અભિયાનમાં જોડાયા રાજકોટ જિલ્લાના વિદ્યાર્થીઓ

તા.૧૮/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ જિલ્લાની આદર્શ નિવાસી શાળાઓ તેમજ સરકારી છાત્રાલયના વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કર્યું
Rajkot: ભારત સરકારના વન તેમજ જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા “એક પેડ માં કે નામ” અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા પણ વિશાળ સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં આવેલા તમામ સરકારી છાત્રાલયો તેમજ આદર્શ નિવાસી શાળાઓ જોડાઈ હતી. શાળાના આચાર્યશ્રીઓ, આદર્શ નિવાસી શાળા કુમાર અને કન્યા તેમજ વિદ્યાર્થીઓ અને છાત્રાઓ દ્રારા વૃક્ષારોપણ કરી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ જૂન ૨૦૨૪ પર્યાવરણ દિવસના રોજથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “એક પેડ મા કે નામ” અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. માતા અને બાળકની લાગણીઓ સાથે વૃક્ષને જોડીને આ અભિયાનને માતા રૂપ પ્રકૃતિના પૂજન તરીકે દેશ વ્યાપી બનાવવામાં આવ્યું છે. જેને સમગ્ર દેશમાં ખૂબ ઉત્સાહપૂર્વક આવકાર મળી રહ્યો છે ત્યારે આ અભિયાનમાં રાજકોટ જિલ્લાના લાખો લોકો પણ જોડાઈ રહ્યા છે.




