AHAVADANGGUJARAT

આહવા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે નાટ્ય પ્રદર્શન આયોજન યોજાયો..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

આજના યુવાઓમાં સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોનું સ્થાપન થાય,તેમના કાર્યોથી અવગત થાય તથા તેમના જીવનમાંથી પ્રેરણા લઈ વિકસિત ભારતના સંકલ્પ સાથે રાષ્ટ્રસેવામાં જોડાય તે માટે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિને વિશેષ બનાવવાના હેતુથી ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવાનું નિર્ધારિત કરવામાં આવેલ છે.

જે અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા-ડાંગના સંયુક્ત ઉપક્રમે આજરોજ કોલેજના આચાર્યશ્રી ડો.યુ.કે.ગાંગુર્ડેના માર્ગદર્શન હેઠળ સપ્તધારા અંતર્ગત નાટ્યધારા દ્વારા “અખંડ ભારતના શિલ્પી – સરદાર પટેલ” શીર્ષકસ્થ એક પ્રેરણાત્મક નાટ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સરદાર વલ્લભભાઈ પટેલના સંઘર્ષમય જીવન,તેમની દ્રઢ ઇચ્છાશક્તિ,રાષ્ટ્રભક્તિ અને અખંડ ભારતની કલ્પનાને નવી પેઢી સમક્ષ જીવંત રીતે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.સમગ્ર નાટક નિહાળી ઉપસ્થિત સૌ મંત્રમુગ્ધ બની ગયાં હતા અને સરદાર વલ્લભભાઈ પટેલના સમગ્ર જીવનકવનથી માહિતગાર બન્યા હતાં. નાટકનો દેશપ્રેમ,અખંડ ભારત અને જવાબદારીના સંદેશને જનમાનસ સુધી પહોંચાડવાનો મુખ્ય હેતુ અધિકાંશત: સફળ થયો હતો.

Back to top button
error: Content is protected !!