BANASKANTHAGUJARATPALANPUR

માતૃશ્રી કુંવરબાઇ શાળા ખાતે યોજાયેલ ત્રિ દિવસીય મેગા મેડિકલ કેમ્પ યોજાયો

22 જાન્યુઆરી જીતેશ જોશી પાલનપુર બનાસકાંઠા

ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા દ્વારા માતૃશ્રી કુંવરબાઇ શાળા ખાતે યોજાયેલ ત્રિ દિવસીય મેગા મેડિકલ કેમ્પ તારીખ 19 થી 21 જાન્યુઆરી ના રોજ યોજાયો હતો જેમાં
આશરે 1100 જેટલી વિદ્યાર્થીનીનો સંપૂર્ણ ચેકઅપ
દાંત,આંખ,ફુલ બોડી ચેકઅપ,હિમોગ્લોબીન ચેકઅપ,ચશ્મા ના નંબર કાઢી અને ચશ્મા બનાવી આપવા સુધીનું કાર્ય કર્યું હતું.આજે તેના સમાપન સમારંભ યોજાયો હતો. પ્રમુખશ્રી દુર્કેશભાઈ કેલા એ સ્વાગત પ્રવચન આપી અને મહેમાનોનું સ્વાગત અને કાર્યક્રમ વિશે માહિતી આપી હતી
મેગા મેડિકલ કેમ્પના સંયોજક શ્રીમતી યશસ્વી મિહિર પંડ્યાએ આ કાર્યક્રમની સંપૂર્ણ જાણકારી આપી હતી.જેમાં સરકારી ટીમમાં અરજી માટે શ્રી કિરીટભાઈ રાજગોર નો આભાર માન્યો હતો અને સરકારમાંથી ટીમ ફાળવવા માટે
ડૉ. સંજય સોલકી CDHO BK
ડૉ.બ્રિજેશ વ્યાસ RCHO BK
ડૉ. દીપક અનાવડીયા THO PALANPUR નો આભાર માન્યો હતો. જેમની મેડિકલ ટીમ જે ત્રણ દિવસ કુંવરબાઈ સ્કૂલ ખાતે કેમ્પમાં હાજર રહી હતી.1.ડોક્ટર ગૌરાંગ મકવાણા આઈ સ્પેશિયાલિસ્ટ
2.શ્રી પરેશભાઈ પટેલ આઈ આસિસ્ટન્ટ
3.ડોક્ટર સૌરવ શર્મા ડેન્ટલ સર્જન
4.ડોક્ટર દિવ્યા પરમાર મેડિકલ ઓફિસર
5.ડોક્ટર જગદીશ પરમાર મેડિકલ ઓફિસર
6.ડોક્ટર અનોખી જોશી મેડિકલ ઓફિસર
7.શ્રી મોહસીન ચૌહાણ ફાર્માસિસ્ટ
8.શ્રી સરોજબેન સીએચા લેબ ટેક્નિશિયન
9.શ્રી દક્ષાબેન પરમાર ફિમેલ હેલ્થ વર્કર
10.શ્રી આરતીબેન કટારીયા ફીમેલ હેલ્થ વર્કર
આ સરકારી ટીમ સાથે આપણા અન્ય ડોક્ટર્સ પણ જોડાયેલા હતા. જેમાં હતા
1.ડોક્ટર વંદના ભાલકીયા ડેન્ટલ સર્જન 2.ડોક્ટર કૃપાલી પટેલ ડેન્ટિસ્ટ
3.ડોક્ટર દર્શના પરમાર ડેન્ટિસ્ટ
4.ડોક્ટર દેવેન્દ્રભાઈ ચૌધરી સાયકાટ્રીક
5.શ્રીમતી રીપલબેન મોઢ આઈ આસિસ્ટન્ટ
6.ડોક્ટર નિરંજનભાઇ મોઢ આઈ સ્પેશિયાલિસ્ટ
આ ટીમ બનાવવામાં ડોક્ટર મિહિર પંડ્યા અને જન સેવા ટ્રસ્ટના ડોક્ટરોએ પણ સાથ આપ્યો હતો
દરેક ડોક્ટરનું સન્માન ભારત વિકાસ પરિષદ એ સ્વામી વિવેકાનંદનું સ્મૃતિચિન્હ આપીને આભાર વ્યક્ત કર્યો હતો.આ સાથે કુવરબા સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી શૈલેષભાઈ રાવલને સ્મૃતિચિન્હ આપી તેમના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમમાં દાંત અને તેની દેખભાળ વિશે માહિતી આપતા ડોક્ટર સૌરવ શર્મા ડેન્ટલ સર્જને બાળકોને દાંતનું મોઢાનું કઈ રીતે ધ્યાન રાખવું અને કઈ આદત થી તમે દાંતને વધારે લાંબા અને સારી રીતે ટકાવી શકો બ્રશ કઈ રીતે કરવું જેવી માહિતી આપી હતીકાર્યક્રમમાં પ્રિન્સિપાલ શ્રી શૈલેષભાઈ રાવલે પણ તેમના કાર્યક્રમના પ્રતિભાવ પ્રદર્શિત કર્યા હતા અને ભારત વિકાસ પરિષદ ની શાખા આવી જ રીતે વધુ ઉત્તમ કાર્ય કરે તેવી આશા વ્યક્ત કરી હતી.ડોક્ટર દિવ્યાબેન પરમાર દ્વારા પણ સ્કૂલ અને ભારત વિકાસ પરિષદનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને બાળકોમાં આયર્નનું પ્રમાણ ખૂબ સારું છે તેવી જાણકારી આપતા હર્ષ વ્યક્ત કર્યો હતોભારત વિકાસ પરિષદના ઝોનલ જોઈન્ટ સેક્રેટરી દિનેશભાઈ વોરાએ બાળકોને એક સમયે આંખો પરિવાર સાથે બેસી અને જમે પ્રેમથી વાતચીત કરે અને એ દરમિયાન મોબાઇલ વગર બધા સાથે મળી અને વાતો કરે તેવી એક સારી આદત અપનાવવા માટેનો આગ્રહ કર્યો હતો
ડોક્ટર દેવેન્દ્ર ચૌધરીએ દરેક બાળકોને મોબાઈલ ના ગુણ અવગુણ અને મોબાઈલની લાઈટ થી થતી આંખ પર અસર વિશે માહિતી આપી તદુપરાંત મોબાઈલથી તેમના મગજ પર પડતા પ્રભાવ વિશે જાગૃત રહેવા જણાવ્યું અને સાથે સાથે મોબાઇલના ઉપયોગને કઈ રીતે આપણે સીમિત કરી શકીએ તેના વિશે પણ સંપૂર્ણ માહિતી આપી અને બાળકોને વધારે સજાગ રહેવા માટેજણાવ્યું હતું
અંતમાં સેક્રેટરી શ્રી મુકેશભાઈ મોઢે દરેક લોકોનો આભાર માની આભાર વિધિ સંપૂર્ણ કરી કાર્યક્રમના પૂર્ણ જાહેર કર્યો હતો.
શ્રી યજ્ઞેશભાઇ દવે પ્રોગ્રામ નું સંચાલન સંભાળ્યું હતું

Back to top button
error: Content is protected !!