GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કોટક સાયન્સ કોલેજ ખાતે ત્રિદિવસીય નેચર એજ્યુકેશન કેમ્પ યોજાયો

તા.૨૧/૧૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

વિદ્યાર્થીઓને પ્રકૃતિ અને જૈવ-વિવિધતા અંગે જાગૃત કરાયા

Rajkot: બાળકો અને યુવાનો વન્ય જીવો, પ્રકૃતિ, પર્યાવરણ જેવી જીવનલક્ષી મહત્વની દિશા તરફ આગળ વધે, રુચિ કેળવે, અને આ અંગે તેમનામાં જાગૃતિ વધે તેવા હેતુથી રાજકોટ ખાતેની એચ. એન્ડ એચ. બી. કોટક ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ ખાતે કાર્યરત યૂથ ટુરિઝમ ક્લબ તેમજ NSS યુનિટ દ્વારા તા. ૧૭ થી ૧૯ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓ માટે રામપરા અને હિંગોળગઢ વાઇલ્ડ લાઈફ સેન્ચુરી ખાતે ત્રિદિવસીય નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં કોલેજના ૪૬ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેઓએ શિબિર દરમિયાન વન નિરીક્ષણ કરી વન્ય પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ વિષે જ્ઞાન મેળવ્યું હતું તેમજ ગ્રૂપ એક્ટિવિટી થકી પર્યાવરણીય મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. કોલેજના ઇન-ચાર્જ આચાર્ય ડો. ધરતી જી. જોષીએ વિદ્યાર્થીઓમાં પ્રકૃત્તિ તેમજ પર્યાવરણ અંગે અવેરનેસ અને સેન્સિટાઈઝેશન કેળવવા માટે આયોજક ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

સમગ્ર કેમ્પનું આયોજન રામપરા અને હિંગોળગઢ વાઇલ્ડ લાઈફ સેન્ચુરી ખાતે કાર્યરત ફોરેસ્ટ ડિપાર્ટમેંટના સહયોગથી અને કોલેજના ઇન-ચાર્જ આચાર્ય ડો. ધરતી જી. જોષીના માર્ગદર્શન હેઠળ યૂથ ટુરિઝમ ક્લબ કો-ઓર્ડિનેટર ડો. મહેન્દ્ર બોરીસાગર તેમજ NSS ટીમ પ્રોગ્રામ ઓફિસર ડો. મયુર સવસાણી, કો-ઓર્ડિનેટર ડો. મયુર ગઢવી તેમજ સભ્યો ડો. પ્રિયંકા ત્રિવેદી, ડો. કનક કાસુંદ્રા, ડો. રિધ્ધી પટેલ તેમજ શ્રી. ભરત ઢેઢી દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!