
વિજાપુર ગવાડા ગામે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ” ઉપક્રમે ત્રિદિવસીય ગ્રામોત્થાન શિબિર યોજાઈ 
શ્રી સ્વામિનારાયણ મંદિર, ગવાડાનો ૪૦ મો પાટોત્સવ વિવિધ આધ્યાત્મિક શિબિરોથી ઉજવાયો
ગવાડા પ્રાથમિક કન્યાશાળાનું પ્રવેશદ્વારનું લોકાર્પણ કરાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ગવાડા ગામે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના મણીનગર ના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે ત્રિદિવસીય ગ્રામોત્થાન શિબિર, વ્યસનમુક્તિ રેલી, શ્રી સ્વામિનારાયણ મંદિર, ગવાડાનો ૪૦ મો પાટોત્સવ વિવિધ આધ્યાત્મિક સભર કાર્યક્રમોથી ઉજવાયો હતો.તેમજ પ્રાથમિક કન્યા શાળાનો પ્રવેશ દ્વાર નો લોકાર્પણ તેમજ વ્યસન મુક્તિ ના કાર્યક્રમ ત્રી દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજના વરદ હસ્તે ગવાડા પ્રાથમિક કન્યા શાળાના પ્રવેશદ્વારનું લોકાર્પણ કરાયું હતું તેમજ સત્સંગ પ્રચાર્થે ટોયેટો ઈનોવા કાર ભેટ અર્પણ કરાઈ હતી જે દુર્ગાબેન બળદેવભાઈ પટેલ પરિવાર તરફથી પ્રવેશ દ્વાર માટે દાન કર્યું હતુ.પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજનું સ્વાગત નારણભાઈ ગોબરદાસ પટેલ પરિવાર દ્વારા ભક્તિભાવપૂર્વક કરવામાં આવ્યું હતું. પંકજભાઈ બળદેવભાઈ પટેલ પરિવાર દ્વારા છેલ્લા પાંચ વર્ષથી મોતિયાના ઓપરેશન નિઃશુલ્ક, કન્યા શાળા ગવાડાના બિલ્ડીંગનું રીનોવેશન, પાણીની ટાંકી, ૬ આંગણવાડીઓનું સંપૂર્ણ રિનોવેશન વિગેરે મળીને અંદાજે ૮૦ લાખના શૈક્ષણિક કાર્યો ગવાડામાં કરવામાં આવ્યા છે. કુમાર શાળાના રૂમોનું ૪૦ લાખ ઉપરાંતનું કાર્ય ચાલી રહ્યું છે. આ પ્રસંગે પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન લિખિત શિક્ષાપત્રીએ મનુષ્ય જીવનની આચારસંહિતા છે જેમાં જણાવેલ આજ્ઞાઓનું પાલન કરવું. જે મુમુક્ષુ આજ્ઞાઓનું પાલન કરે છે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સિદ્ધિને પામે છે.વ્યસનએ મનુષ્યનું મોટામાં મોટું દુષણ છે તેનો સદંતર ત્યાગ કરવો કારણ કે વ્યસનો દુઃખ આપનારા છે. જીવનમાં હંમેશા કાયદો પાળવો એ તેના જીવનમાં ફાયદો જ છે. કારણ કે કાયદામાં જ ફાયદો છે. જે મનુષ્ય નિયમમાં રહી વ્યસનમુક્ત જીવન જીવશે તે સંસ્કારી બની ઉંચા મસ્તકે સમાજમાં ફરી શકશે. માટે શિક્ષાપત્રીના આદેશ પ્રમાણેનું જીવન જીવવું.આ પાવનકારી અવસરમાં મહંત સદ્ગુરુ ભગવત્પ્રિયદાસજી સ્વામી, ડેપ્યુટી મહંત સદ્ગુરુ મુનિભૂષણદાસજી સ્વામી, મહંત ધર્મનંદનદાસજી સ્વામી, સંત શિરોમણી દિવ્યચરણદાસજી સ્વામી, વિશ્વમંગલદાસજી સ્વામી, શ્રીજીશરણદાસજી સ્વામી, વિગેરે સંતવૃંદ મંડળ ઉપરાંત મહાનુભાવો, રમણભાઈ પટેલ, ધારાસભ્ય સી.જે ચાવડા તેમજ ૪૮ સમાજના પ્રમુખ, ડેપ્યુટી કલેક્ટર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.



