
ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લામાં હોળી–ધુળેટી પર્વને લઈ પ્રશાસન દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. શિનોર તાલુકાના નર્મદા મઢી ખાતે આજે ધુળેટી નિમિત્તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
શિનોર પોલીસ સ્ટેશન દ્વારા સ્થળ પર પોલીસ જવાનોની તૈનાતી કરી કાયદો અને વ્યવસ્થા જાળવવા ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો નદી કાંઠે ઉમટતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવાઈ છે.
વડોદરા જિલ્લા કલેકટર કચેરી દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા મુજબ શિનોર તાલુકાના દિવેર, માલસર, માંડવા અને બરકાલ સહિત નર્મદા નદી કાંઠાના વિસ્તારોમાં નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
પ્રશાસન દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવે અને જાહેરનામાનું પાલન કરી સહકાર આપે.




