AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં SIR કાર્યક્રમ અંતર્ગત કુલ ૧,૯૪,૬૫૩ મતદારો આખરી મતદારયાદીમાં સમાવિષ્ટ..

વાત્સલ્યમ સમાચાર

  મદન વૈષ્ણવ

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની વખતોવખતની સૂચના અનુસાર તા.૦૧.૦૧.૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા-૨૦૨૬ની કાર્યવાહી તા.૨૮.૧૦.૨૦૨૫થી શરૂ કરવામાં આવી હતી, જે તા.૧૭.૦૨.૨૦૨૬ સુધી સફળતાપૂર્વક ચાલુ રહી હતી. આ સમગ્ર પ્રક્રિયાનો મુખ્ય હેતુ યોગ્ય અને લાયક મતદારોના નામ મતદારયાદીમાં સમાવેશ થાય તથા મતદારયાદી વધુ સચોટ, પારદર્શક અને અપડેટ રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. તા.૧૭.૦૨.૨૦૨૬ મંગળવારના દિવસે ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી શાલિની દુહાનના અધ્યક્ષસ્થાને મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ બાબતે માન્ય રાજકીય પક્ષો સાથે આજરોજ તા.૧૭/૦૨/૨૦૨૬ ના રોજ બેઠક યોજી મતદારયાદી તથા સેવા મતદારોની વિગત દર્શાવતી યાદીની નકલ તથા મતદારયાદીની સોફ્ટ કોપી આપવામાં આવેલ છે. ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર, ‘મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ – ૨૦૨૬’ અંતર્ગત આજરોજ જિલ્લાની ૧૭૩-ડાંગ વિધાનસભા બેઠક માટેની આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ આખરી મતદારયાદી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરી, મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરી, તમામ મતદાન મથકો, તમામ ગ્રામ પંચાયતો તથા  નિયત સ્થળોએ જાહેર કરવામાં આવી છે. ઉપરાંત સેવા મતદારો માટેના છેલ્લા ભાગની મતદારયાદીની પણ આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી છે, જેથી તમામ મતદારોને પોતાના નામની ચકાસણી કરવાની સુવિધા ઉપલબ્ધ બને.

Back to top button
error: Content is protected !!