ડાંગ જિલ્લાના ૧૭ ગામોના કુલ ૨૮૪૫ લક્ષિત લાભાર્થીઓને સરકારની વિવિધ યોજના અને સહાયના લાભો અપાયા.
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
જનજાગૃતિની પ્રવૃત્તિઓ થકી આદિમજૂથના અંતિમ વ્યક્તિ સુધી પહોંચવાના ડાંગ જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસો
ભારત સરકાર દ્વારા આદિમ જૂથ સમુદાય (PVTG) ના લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો આપી વિકાસની મુખ્યધારામાં લાવવા માટે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગત વર્ષ થી “પ્રધાનમંત્રી જનજાતી આદિવાસી ન્યાય મહા અભિયાન” (પીએમ-જનમન) નો પ્રારંભ કરાયો છે.જેમાં આદિમજૂથની વસ્તી ધરાવતા ગામોમાં તમામ કુટુંબોને આવરી લઈ ૧૧ જેટલી વિવિધ સરકારની યોજનાકીય સુવિધાઓ પુરી પાડવા માટે અંદાજીત રૂપિયા ૨૪ હજાર કરોડ જેટલા અંદાજીત ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.
જેનો ઉદ્દેશ આદિમજુથોના કુટુંબો અને વિસ્તારો માટે ૯ જેટલા લાઇન ડિપાર્ટમેન્ટ મારફતે પાકા મકાનોની જોગવાઈ, માર્ગોને જોડવા, પાઇપ વડે પાણી પુરવઠો, સામુદાયિક પાણી પુરવઠો, દવાના ખર્ચ સાથેના મોબાઇલ મેડિકલ એકમો, છાત્રાલયોનું નિર્માણ, વ્યાવસાયિક શિક્ષણ અને કૌશલ્ય, આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ, શેરીઓ અને એમપીસીમાં સોલર લાઇટિંગ, મોબાઇલ ટાવર્સની સ્થાપના જેવી કુલ ૧૧ મહત્ત્વપૂર્ણ જટીલ યોજનાઓની ૧૦૦% લાભ પહોંચાડવા મિશન મોડમાં પ્રયાસ કરવામાં આવ્યો છે.
ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓના કુલ ૧૭ ગામો (વઘઇના ૧૨, સુબિરના ૩, અને આહવાના ૨) માં આદિમ જૂથ (કોટવાળીયા, કોલઘા, અને કાથોડી) જાતિના ૬૯૬ કુટુંબો (૨૮૪૫ જનસંખ્યા) સરકારી દફતરે નોંધાયેલા છે. જેમને પીએમ-જનમન અભિયાન અંતર્ગત જુદી જુદી ૧૧ જેટલી પાયકીય જરૂરિયાતો (રસ્તા, પાણી, વીજળી, આવાસ, શિક્ષણ, આરોગ્ય, પોષણ, છાત્રાલય, કૌશલ્ય વિકાસ, આજીવિકા, અને નેટવર્ક કનેક્ટિવિટી) સહિત આનુષંગિક સેવાઓથી સંતૃપ્ત કરીને, તેમનું સશક્તિકરણ કરવાની કવાયત રાજ્ય અને કેન્દ્ર સરકાર કરી રહી છે.
ડાંગ જિલ્લામાં ૧૭ ગામોમાં રહેતા ૬૯૬ કુટુંબોના ૨૮૪૫ લક્ષિત લાભાર્થીઓ પૈકી આ આ અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્રે ખૂબ જ ટૂંકાગાળામાં વિવિધ યોજનાઓના લાભોથી વંચિત રહી ગયેલા ૫૨ લાભાર્થીઓને આવાસ અને વિજળીની સુવિધા, ૩૧૫ લાભાર્થીઓને આધાર કાર્ડ, ૬ લાભાર્થીઓને પોએમ કિસાન સન્માન નિધિ, ૨૪ લોકોના જનધન ખાતા, ૨૫ વ્યક્તિઓને જાતિ પ્રમાણપત્રો, ૯ રેશનકાર્ડ, ૮ લોકોને પીએમ માતૃવંદના યોજના, ૧૭૬ આયુષમાન ભારત કાર્ડ આપી લાભાંવિત કર્યાં છે.