GUJARATPANCHMAHALSHEHERA
શહેરાના બજારોમાં દશામાની પ્રતિમાઓનું આગમનને લઈ ભક્તોમાં ઉત્સાહ
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
આગામી અમાસના દિવસથીમાં દશામાના વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે શહેરા નગરના બજારોમાં દશામાતાની અવનવી અને આકર્ષક પ્રતિમાઓ વેચાણ માટે આવી ગઈ છે. આ સાથે જ, વ્રત કરનાર ભક્તો પોતાની પસંદગીની પ્રતિમાઓ ખરીદવા માટે બજારોમાં ઉમટી રહ્યા છે.
દશામાનું વ્રત શ્રદ્ધાળુઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ વ્રત દરમિયાન દસ દિવસ સુધી માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે અને સુખ-શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ વર્ષે પણ વ્રતને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
શહેરાના વેપારીઓએ જણાવ્યું હતું કે, બજારમાં માટી અને અન્ય ઇકો-ફ્રેન્ડલી સામગ્રીમાંથી બનેલી વિવિધ કદ અને ડિઝાઈનની પ્રતિમાઓ ઉપલબ્ધ છે. વ્રતની શરૂઆત થવામાં ગણતરીના દિવસો બાકી હોવાથી બજારોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે.