
વાત્સલ્યમ સમાચાર
વાંસદા ડાંગ
ડાંગ જિલ્લાના આહવા તાલુકાની ૨ અને સુબીર તાલુકાની ૨ મળી કુલ ૪ વન વિકાસ મંડળીઓની નોંધણી રદ કરવામા આવી છે.ડાંગના મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર વી.એન.માવાણી તરફથી મળેલી અખબારી યાદીમા જણાવ્યા અનુસાર, આહવા તાલુકાની (૧) શ્રી જામલાપાડા વિભાગ મજૂર અને કામદાર સ.મં.લિ.જામલાપાડા, નોંધણી નંબર – ૬૦૦૮, (૨) શ્રી કમદયાવન વન વિકાસ મં,લિ,કમદયાવન, નોંધણી નંબર – ૧૪૫૮૮, સુબીર તાલુકાની (૧) શ્રી પિપલપાડા વન વિકાસ સ.મં.લિ, પિપલપાડા, નોંધણી નંબર – ૧૪૭૫૭ તથા (૪) શ્રી જોગથવા વન વિકાસ સ.મં.લિ, નોંધણી નંબર – ૧૪૬૧૪ વન વિકાસ મંડળી લી.ની નોંધણી રદ થવા પામી છે. ડાંગ જિલ્લાના આહવા અને સુબિર તાલુકાની આ કુલ ૪ મંડળીઓને ફડચામા લઈ જવાનો અંતિમ હુકમ, તથા ફડચા અધિકારીના અભિપ્રાય મુજબ ફડચાનુ કામ પુર્ણ થયેથી, આ મંડળીની નોંધણી રદ્દ કરવામા આવી છે. જેની સંબંધિતોને નોંધ લેવા જણાવાયુ છે.





