GUJARATVALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લાની રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ ૧૩,૯૯૫ કેસનો નિકાલ, કુલ રૂપિયા ૧૬,૪૬,૩૭,૬૮૪નું સમાધાન

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

વલસાડ જિલ્લા અદાલત તેમજ તાબા હેઠળની તાલુકાની તમામ અદાલતોમાં તા.૧૨/૦૭/૨૦૨૫ નાં રોજ નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અદાલતોમાં પેન્ડિંગ રહેલા સમાધાનપાત્ર કેસો જેવા કે ક્રિમીનલ કંપાઉન્ડેબલ કેસો, ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયેનાં (ચેક રિટર્નનાં) કેસો, લગ્ન વિષયક તકરારનાં કેસો, મોટર અકસ્માત વળતરને લગતાં કેસો, જમીન સંપાદન વળતરનાં કેસો, દિવાની દાવા જેવા કે ભાડા/ ભાડુઆતને લગતા કેસો, મનાઈ હુકમ-જાહેરાત-કરાર પાલન વિગેરે સંબંધિત દાવા વિગેરે મળી કુલ- ૮૨૧ કેસો લોક અદાલતમાં મુકવામાં આવ્યા હતા તથા સ્પેશ્યલ સીટીંગ ઓફ મેજિસ્ટ્રેટમાં ફક્ત દંડ ભરી નિકાલ થઇ શકે તેવા ફોજદારી કેસો કુલ ૭૨૫૭ કેસો મુકવામાં આવ્યા હતા. બેન્ક-ફ્રયનાન્સ કંપનીના વસુલાતનાં કેસો, વિજ બીલનાં વસુલાતનાં કેસો, ટેલિફોન- મોબાઇલ કંપનીઓનાં બિલનાં વસુલાતનાં કેસો તથા ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ વસુલાતનાં કેસો વિગેરે મળી કુલ ૧૯,૯૪૪ પ્રિ-લીટીગેશન કેસો લોક અદાલતમાં મુકવામાં આવ્યા હતા. જે પૈકી લોક અદાલતમાં સમાધાનપાત્ર પેન્ડિંગ કેસો કુલ-૩૯૦ કેસો, સ્પેશ્યલ સીટીંગ કેસો કુલ-૫૮૦૨ અને પ્રિ-લીટીગેશનનાં કુલ-૭૮૦૩ મળી કુલ ૧૩,૯૯૫ કેસો નિકાલ કરવામાં આવ્યા હતા. આ કેસોમાં કુલ રૂ. ૧૬,૪૬,૩૭,૬૮૪નું સમાધાન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં વલસાડ જિલ્લાનાં પક્ષકારો તેમજ વકીલશ્રીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ લોક અદાલતને સફળ બનાવી હતી.

Back to top button
error: Content is protected !!