GUJARATPANCHMAHALSHEHERA

ઉમરપુર ગામે તળાવની પાળ ઉપર ખુલ્લા મેદાનમાં પાના-પત્તાનો હારજીતનો જુગાર રમતા કુલ- ૬ જુગારીયાઓને કુલ રોકડા રૂ.૧૩,૩૬૦/- ના જુગારના મુદ્દામાલ સાથે પકડી પાડતી શહેરા પોલીસ

શહેરા

રિપોર્ટર નિલેશ દરજી શહેરા

 

તા.27/08/2023

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી સાહેબ તથા પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ જુગારની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ સુચનાઓ આપેલ અને ગોધરા વિભાગ ગોધરાના નાયબ પોલીસ અધિક્ષક પી.આર.રાઠોડ સાહેબ નાઓએ ખાનગી બાતમીદારો રોકી, હ્યુમન સોર્સીસનો વધુમાં વધુ ઉપયોગ કરી જુગારની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચન અને માર્ગદર્શન પુરૂ પાડેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર  પી.એમ.જુડાલ શહેરા પોલીસ સ્ટેશન નાઓને ખાનગી બાતમીદારથી એવી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, ઉમરપુર ગામે તળાવની પાળ ઉપર ખુલ્લા મેદાનમાંના ઝાડીઝાંખરા નીચે કેટલાક ઇસમો ભેગાં મળી પાના-પત્તાનો હારજીતનો જુગાર રમે છે. જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર નાઓએ પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમના માણસોને બાતમી હકિકતની સમજ કરી રેઇડ કરાવતા જુગાર રમતા (૧)રમેશભાઇ પ્રભાતભાઇ પરમાર ઉવ.૨૩ રહે.ઉમરપુર ડેરી ફળીયુ તા.શહેરા જી.પંચમહાલ, (૨)સંજયકુમાર પ્રભાતભાઇ પરમાર ઉવ.૨૭ રહે.ઉમરપુર ડેરી ફળીયુ તા.શહેરા જી.પંચમહાલ, (૩)વિજયકુમાર મગનભાઈ પરમાર ઉવ.૨૩ રહે.ઉમરપુર તલાર ફળીયુ તા.શહેરા જી.પંચમહાલ, (૪)ગોવિંદભાઇ ભારતસિંહ ચૌહાણ ઉવ.૨૯ રહે.ઉમરપુર પરમાર ફળીયુ તા.શહેરા જી.પંચમહાલ, (૫)બળવંતસિંહ દેવાભાઈ પરમાર ઉવ.૪૫ રહે.ઉમરપુર તલાર ફળીયુ તા.શહેરા જી.પંચમહાલ, (૬)કલ્પેશભાઇ દલાભાઇ પરમાર ઉવ.૨૪ રહે.ઉમરપુર તલાર ફળીયુ તા.શહેરા જી.પંચમહાલ નાઓને ઉમરપુર ગામે તળાવની પાળ ઉપર ખુલ્લા મેદાનમાં ઝાડીઝાંખરા નીચેથી જુગાર રમતા પકડી પાડેલ. આ તમામ ઇસમોની અંગ ઝડતીમાંથી જુગારના કુલ રોકડા રૂ.૨,૯૦૦/- તથા દાવ ઉપરના રોકડા રૂ.૧૦,૪૬૦/- તેમજ છુટા પાના-પત્તા નંગ-પરકિ.રૂ.૦૦/- એમ મળી કુલ રોકડા રૂ.૧૩,૩૬૦/- નો જુગારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ અને પકડાયેલા ઉપરોકત ઇસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!