
તા. ૦૭. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકા નજીકના આવેલા ગામમાંથી પીડિતા મહિલાના પતિ નશો કરી આવીને છૂટાછેડાની ધમકી આપતા ૧૮૧ મહિલા મદદે પોહચી
ત્યારબાદ કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળેલ કે પીડિતા સ્થાનિક સંસ્થામાં એક શિક્ષક તરીકે સર્વિસ કરતા હતા ત્યાં તેઓ તેઓના પતિ અને તેમના દીકરા જોડે રહેતા હતા અને છોકરાઓ અને છોકરીઓની છાત્રાલય હતી અને પીડિતા જણાવે છે કે તેઓના પતિ રાત્રે દરમિયાન નશા ની હાલતમાં છાત્રાલયમાં પ્રવેશ કરે છે અને મને શારીરિક શોષણ કરે છે. મારી જોડે છુટાછેડા ની ધમકી આપે છે અને મને મારી નાખવાની છે અને મારા પતિ કાંઈ કામ ધંધો કરતા નથી અને આ બાબતને મારા સાસુને તમારા પરિવારને જણાવ્યું હતું તે મને જ બોલવા લાગ્યા હતા. જેથી વારંવાર પતિ છાત્રાલયમાં નશાની હાલતમાં આવતા હતા જેથી તેઓના પતિને જણાવ્યું કે આ કેમ્પસમાં તમે નશો કરી ના આવી શકો અને તમારી વાઈફ સર્વિસ કરે છે તો તમે તમારી વાઇફને સમજી અને તેઓને સપોર્ટ કરો જેથી તમારી પાસે અને તમે શાંતિથી રહી શકો . છાત્રાલયના કેમ્પસમાં આવી રીતે નશો કરી અને તમે તમારી ઈમેજ અને તમારી પત્ની ઈમેજ બગાડો છો. તમારું બાળક પણ તમારા થી શું શીખેશે જેથી પીડિતાના પતિ તેઓની ભૂલ સમજાય અને બીજી વાર આવી ભૂલ નહિ કરું તેમ કહી સુખદ સમાધાન કર્યું




