GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર માં પશુ આહાર ની દુકાન ચલાવતા વેપારીએ દંડની રકમ જમા કરાવી છતાં વીજ કંપનીએ કનેક્શન કાપ્યું.

સંતરામપુર માં પશુ આહાર ની દુકાન ચલાવતા વેપારીએ દંડની રકમ જમા કરાવી છતાં વીજ કંપનીએ કનેક્શન કાપ્યું.

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર…

સ્માર્ટ મીટર હોવાથી ઓનલાઈન સિસ્ટમથી ઘરનો વીજ પુરવઠો કાપી નાખ્યો.

 

કે

એમજીવીસીએલ કંપની ના કર્મચારીની મનમાની સામે આવી.

વ્યાપારી ને વિશ્વાસમાં લીધા વગર સ્માર્ટ મીટર નાખેલું હોવાથી બારોબાર વીજ પ્રવાહ બંધ કરીને બે કલાક વેપારી અને તેના પરિવારને અંધારા માં રાખવામાં આવ્યા.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર સંતરામપુરના કોલેજ રોડ ઉપર આવેલ લિબર્ટી પશુ આહાર નામની દુકાન ધરાવતા અશફાકભાઈ ખેડાપાવાલા ને આશરે પાંચ મહિના પહેલા વીજ કંપની દ્વારા દંડની નોટિસ ફટકારવામાં આવી હતી જે દંડની રકમ ગ્રાહકે તાત્કાલિક જમા કરાવી હોવા છતાં પણ તારીખ 16 મી માર્ચના દિવસે એમ.જી વિઝ્યુઅલના કર્મચારીઓ અને તેની સાથે આવેલા બે લાઈન મેનો દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના ઓનલાઈન સિસ્ટમથી ઘરનો વીજ પુરવઠો કાપી નાખ્યો હતો. જે બાબતે ગ્રાહકે સંબંધિત અધિકારીને ટેલીફોનિક સંપર્ક કર્યો ત્યારે અધિકારીએ પોતાનો રેકોર્ડ તપાસવા અને બદલે અને અશોકનીય વર્તન કર્યું હતું. દુકાનમાં ગ્રાહકોની હાજરીમાં અપમાન અને ખોટા દાવાઓથી વેપારની સામાજિક પ્રદેશ સ્થાને મોઢું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું જેના કારણે વેપારી અને તેના પરિવારમાં MGVCLના કર્મચારીઓ પ્રત્યે અને તેની કામગીરી પ્રત્યે ભારે રોજ જોવા મળ્યો છે.

અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે જ્યારે ઇલેક્ટ્રિક સીટી એક્ટ 2003 ની કલમ 56/1 મુજબ પાવર કાપતા પહેલા 15 (1) દિવસની લેખિત નોટિસ ગ્રાહકને આવવી જરૂરી હોય છે.

આ ગંભીર બેદરકારી અને માનસિક હેરાનગતિ કરવા બદલ ગ્રાહકે હવે વંશ રિડ્રેસલ ફોર્મમાં ફરિયાદ નોંધાવી છે અને જવાબદાર અધિકારીઓ પાસેથી લેખિત માફી તથા કડક શિસ્ત ભંગના પગલાની ઉગ્ર માંગ કરી છે.

જ્યારે સંતરામપુર એસજીવીસીએલના ઈજનેર ,કાપડિયાએ જણાવ્યું હતું કે કર્મચારીઓની મિસ અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી અને જેના કારણે ગ્રાહકને તકલીફ પડી છે પરંતુ તેમનો વીજ પુરવઠો ચાલુ કરી દેવાયો હોવાનું જણાવ્યું હતું.
MGCVL દ્વારા જે જે ગ્રાહકોને સ્માર્ટ મીટર આપવામાં આવ્યા છે જે ઓનલાઇન હોવાને કારણે એમ.જીએલના કર્મચારીઓ અને લાઈન મેનો દ્વારા સ્થળ ઉપર જઈને તેનો મીટર નંબર અથવા તેનો ફોટો પાડીને ઉપર ઓફિસે મોકલીએ વેપારીઓનું લાઈટ એકાએક બંધ કરી દેવામાં આવે છે જે કેટલે અંશે વ્યાજબી ગણાય આવી બેધારી નીતિના કારણે સ્માર્ટ મીટર ધરાવતા તમામ ગ્રાહકોમાં એમજીવીસીએલ ની આવી કામગીરી પ્રત્યે ભારે રોષની લાગણી પ્રગટેલી જોવા મળે છે આવનારા દિવસોમાં આ પ્રકારની કાર્યવાહી mgvcl દ્વારા કરવામાં આવશે તો ગ્રાહકો દ્વારા તેમના સામે કાયદાકીય રીતે પગલાં લેવા માટે ઉપલી કક્ષા સુધી રજૂઆત કરવામાં આવશે તેવી લોકોમાં જોર સોરથી ચર્ચાઓ ચાલી રહી છે.

Back to top button
error: Content is protected !!