
તા.૨૩.૧૦.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેરમાં ભાઈ બીજના દિવસે ગોધરા રોડના હજારિયા ફળીયા ખાતે ગાય ગોહરીના નામે ઉજવાતો પરંપરાગત તેહવાર
દાહોદ શહેર સહિત જિલ્લામાં દિવાળી પર્વની ખુબજ અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે જેમા દાહોદ જીલ્લાનાં ઝાલોદ,ગાગરડી,ગરબાડા , દાહોદ,લીમડી,અભલોડ ગામે નવા વર્ષના દિવસે ગાય ગોહરીના પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે.આ ગાય ગોહરીના તહેવાર મા વિવિધ સમાજના લોકો દ્વારા નવા વર્ષના દિવસે વહેલા ઉઠી ગાયોને અલગ અલગ કલરથી સુશોભીત કરતા હોય છે. આગલા દિવસે પોતાના પશુ ધન જે ગાય ગૌહરી મા જવાની હોય તે પશુઓને ગોળની રાબ પીવડાવામા આવે છે. જેથી જયારે પશુઓ આટલા મોટા ટોળામા જાય ત્યારે હયુમીટી વધતી હોય છે.આ પરંપરા વર્ષો થી ચાલતી આવે છે જેમ લગ્ન પેહલા કન્યા ને સજાવામા આવે છે તેમ પશુઓને પણ કલર, મેહદી,પગ અને ગળામા ધુધરા સાથે કૃષ્ણ ભગવાનને પ્રિય એવા મોર પંખ લગાવી સજાવામા આવતી હોય છે
જેમાં આજરોજ ભાઈ બીજના દિવસે દાહોદ શહેરના ગોધરા રોડ ના હજારીયા ફળીયા ખાતે ઉજવાતા આ ગાય ગૌહરી તહેવારમા સૌ પ્રથમ મંદીરે આરતી અને સ્તુતી થયા બાદ ગાયોના ટોળા આવતા હોય છે.આ ટોળામા ગાયો એક બે નહી પરંતુ ખુબજ મોટી સંખ્યામાં ગાયો ને ગામના ચોકમાં દોડાવવામાં આવે છે. ત્યાર બાદ લોકો પોતાની બાધા રાખેલા ભાઈઓ દંડવત પ્રણામ કરી જમીન પર ઉંધા સુઇને ગાય ગોહરી પડે છે.ગાયના જુંડ તેમના શરીર ઉપરથી પસાર થાય છે.આ પરંપરા વર્ષો થી ચાલતી આવે છે અને આમાં કોઈ ને આજદિન સુધી કોઈ પણ ઇજા અથવા ખરોચ પણ પડતી નથી.પૌરાણિક માન્યતા પ્રમાણે ખેતી કામ દરમિયાન ગાય માતા અથવા પશુઓને જો ભુલ થી માર મરાયુ હોય તો ગાય માતા અને પશુઓની માફી આ રીતે માંગીને બાધા પુર્ણ કરવામાં આવે છે. તેમજ ઉત્સાહ ભેર ઉજવાતા ગાયગોહરીનાં પર્વને માણવા માટે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટતુ હોય છે





