
પ્રતિનિધિ: ઉમરેઠ
તસ્વીર:કુંજન પાટણવાડીયા

આજરોજ આણંદ જીલ્લા પોલીસ વડા શ્રી જી.જી.જસાણી ની સુચના મુજબ તથા આણંદ ડિવીઝન ડી.વાય.એસ.પી. જે.એન.પંચાલ ના માર્ગદર્શન હેઠળ ઉમરેઠ પોલીસ સ્ટેશના પી.આઈ એસ.એચ.બુલાન તથા સ્ટાફના માણસોએ આજરોજ ઉમરેઠ શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે માર્ગ સલામતી અનુસંધાને ટ્રાફીક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમા શાળાના વિધાર્થીઓને ટ્રાફીકના નિયમો વિશે માહિતી આપવામાં આવી તથા વિધાર્થીનીઓને ૧૮૧ સેવા તથા સાઇબર ક્રાઇમ વિશે પણ માહીતી આપવામાં આવી અને ટ્રાફીક નિયમોનુ પાલન કરવા અનુરૂધ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.ઉમરેઠ પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉમરેઠ ના પી.આઈ શ્રી એસ.એચ.બુલાન હાજર રહી ટ્રાફિક જાગૃતતા માટે શું કરી શકાય તે સરળ ભાષામાં વિદ્યાર્થીઓને સમજણ આપી અને લોકો ટ્રાફિક ના નિયમો પાલન કરે તે માટે બાળકોને પ્રોત્સાહિત કર્યા પોતે ટ્રાફિકના નિયમોનું પાલન કરી ઘરે વડીલોને પણ પાલન કરાવે જેથી અમૂલ્ય જિંદગીને બચાવી શકાય તે બાબતની જાણકારી આપી હતી અને ટ્રાફિક નિયમો અનુસરવા માટે પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી.






