GUJARATHALOLPANCHMAHAL

હાલોલ ટોલ પ્લાઝા નજીક ટ્રેલરે ઇકો કાર અને સ્કૂટરને અડફેટે સર્જાયો ટ્રિપલ અકસ્માત, નવ લોકો થયા ઇજાગ્રસ્ત 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૨.૧૧.૨૦૨૫

હાલોલ ટોલ પ્લાઝા નજીક ટ્રેલરે ઇકો કાર અને સ્કૂટર ને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માત માં ઇકો પલટી ખાઈ ગઈ હતી, જેમાં ઈકો માં સવાર ડ્રાઇવર અને પાંચ મુસાફરો ઘવાયા હતા. તો સ્કૂટર ઉપર સવાર દંપતી અને બાળક પણ ઇજાગ્રસ્ત થયા છે.અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ભાગી છૂટ્યો હતો.જેને સ્થાનિક લોકોએ પકડી માર મારી પોલીસ ને હવાલે કર્યો છે.વડોદરા થી હાલોલ તરફ જઈ રહેલી ઇકો કાર ને પાછળ આવી રહેલા ટ્રેલર ચાલકે અડફેટે લીધી હતી, ઇકો આગળ જતા સ્કૂટર ચાલક સાથે ભટકાઈ પલટી ખાઈ જતા જોરદાર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે.ઇકો કાર માં ડ્રાઇવર સાથે વડોદરા પ્રસંગ પતાવી પરત હાલોલ આવી રહેલા ઠક્કર પરિવાર ના સભ્યો જેમા ગીતાબેન બિપીનચંદ્ર ઠક્કર, મિતલ મેહુલભાઈ ઠક્કર, જેનિલ મેહુલભાઈ ઠક્કર,મુકુંદભાઈ રતિલાલ ઠક્કર,ઈકો ડ્રાઈવર કાદિરભાઈ ઇબ્રાહીમભાઇ મકરાણી ઈકો માં સવાર અન્ય એક ઇસમ ગૌરવભાઈ રાજેન્દ્રભાઈ ધવલ સવાર હતા.જ્યારે સ્કૂટર ઉપર નંદાબેન પર્વતભાઈ ડામોર, મિતલ પર્વતભાઇ ડામોર,ચેતક શર્મા સવાર હતા.જે તમામ નવ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તમામ ને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલ ની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે.ડોક્ટરો દ્વારા તમામને સારવાર આપવામાં આવી છે.જ્યારે અકસ્માત સર્જી ટ્રેલર મૂકી ભાગી છુટેલા ડ્રાઇવરને ટોલ પ્લાઝા પાસે પકડીને લોકોએ મેથી પાક ચખાડ્યો હતો. અને પોલીસ ના હવાલે કરતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!