પાલનપુરમાં મુખ્ય શિક્ષકશ્રીઓનો તાલીમ વર્ગ યોજાયો

7 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
તાજેતરમાં એસ .એન. કોઠારી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક શ્રીઓનો તાલીમ વર્ગ યોજાયો. જેમાં જામપુરા ,આદ્યશક્તિ ,ચંડીસર 1 ,કુંભાસણ ,સૂંઢા અને ટાકરવાડા સેન્ટરના મુખ્ય શિક્ષકો હાજર હતા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા NCF નો પરિચય થાય તેમજ તેમજ તેના માર્ગદર્શક સિદ્ધાંતોને અનુસરતા શાળામાં સુદ્ઢ આયોજન , અસરકારક વ્યવસ્થાપન, પ્રેરણાદાયક શૈક્ષણિક વાતાવરણ, વિદ્યાર્થી કેન્દ્રિત અભ્યાસક્રમ અમલમાં મુકવા માટે મુખ્ય શિક્ષકશ્રીઓની વ્યવસાયિક સજ્જતા અનિવાર્ય છે.આ તાલીમમાં તજજ્ઞ નટુભાઈ પ્રજાપતિ તથા મનુભાઈ પરમાર હતા.તાલીમ દરમિયાન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રમેશભાઈ જે. ડાભી સાહેબ દ્વારા સરસ માહિતી આપવામાં આવેલ.બાયસેગ પ્રસારણ પરથી સરસ મજાનું માર્ગદર્શન મળેલ જે શિક્ષકોને શાળામાં ઉપયોગી થશે. મીટીંગ દરમિયાન શ્રી રામજીભાઈ હેમરાજભાઈ રોટાતર, અશોકભાઈ પટેલ, છનાભાઈ, રસિકભાઈ, કાંતિભાઈ સાંગાણી, મોહનભાઈ ગામી, જિતેન્દ્ર ભાઈ કાપડીયા,વર્ષાબેન, નિરંજનાબેન બધા મિત્રોએ પ્રવૃતિઓ વિશે એક બીજાને માહિતગાર કર્યા. શાળાના આચાર્ય પુષ્પાબેન પટેલ દ્વારા સરસ આયોજન કરવામાં આવ્યું હતું.





