હાલોલ:ગુજરાત નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટી (GNFSU) ખાતે પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સ્ટાફ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૯.૭.૨૦૨૫
પંચમહાલ જિલ્લાના હાલોલમાં આવેલ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી (GNFSU) ખાતે વડોદરા ઝોનના સાત જિલ્લાના પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ૮૧ સ્ટાફ માટે એક મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓના પ્રસાર અને અમલીકરણમાં સ્ટાફની ક્ષમતા વધારવાનો હતો.આ પ્રસંગે GNFSU ના વાઇસ ચાન્સેલર સી.કે.ટિંબડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તાલીમાર્થીઓને પ્રાકૃતિક કૃષિના મહત્વ અને ભવિષ્ય અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ તે પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે એક વ્યાપક અભિગમ છે.વિસ્તરણ નિયામક ડૉ. રશમીકાંત ગુર્જરએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને તાલીમ કાર્યક્રમના ઉદ્દેશ્યો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે આ તાલીમથી સ્ટાફને ખેડૂતો સુધી પ્રાકૃતિક કૃષિની અદ્યતન તકનીકો પહોંચાડવામાં મદદ મળશે.પંચમહાલ જિલ્લાના આત્મા પ્રોજેક્ટના ભાવિન મહેતા પણ આ તાલીમ સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પ્રાકૃતિક કૃષિના અમલીકરણમાં સહભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો.આ તાલીમ કાર્યક્રમમાં વડોદરા ઝોનના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ૮૧ સ્ટાફને પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતો, પદ્ધતિઓ અને તેના ફાયદાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ તાલીમથી પ્રાકૃતિક કૃષિના પ્રચાર-પ્રસારને વેગ મળશે અને રાજ્યમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વધુ સારી રીતે મદદ પૂરી પાડી શકાશે.









