BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ ડાયટ ખાતે વર્ગખંડ શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગ સંદર્ભે તાલીમ યોજાઈ.

સમીર પટેલ, ભરૂચ

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર., પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો માટે વર્ગખંડ શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગ સંદર્ભે તાલીમનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું. આ તાલીમનું આયોજન ડાયટ ભરૂચના વ્યાખ્યાતા ડૉ. જતીન એચ. મોદીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન તજજ્ઞ તરીકે પાલનપુરથી એજ્યુટર એપના ગ્રોથ લીડ દેવેન્દ્ર ત્રિવેદી, સરકારી માધ્યમિક શાળા જામકુઈ, તાલુકો માંડવી જિલ્લો સુરતથી મદદનીશ શિક્ષક જતીન જે રામાણી, વડોદરાથી સાયબર એક્સપોર્ટ મયુર ભુસાવળકર, કરજણથી પૂ. શ્રી જશુબા સ્વામી વિદ્યામંદિર મેથીના મદદનીશ શિક્ષક મંજૂરઅલી ખરોડીયા અને તાલુકા શાળા જંબુસરથી આશિષ પી. ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. તાલીમમાં શિક્ષકોને આર્ટ ઓફ પ્રમોટિંગ એન્ડ બેટર ટીચિંગ વિથ એઆઈ, એઆઈનો જવાબદારીપૂર્વક ઉપયોગ, ચાર્ટ, પોસ્ટર, વિડીયો બનાવવો નોટબુક એલએમ, ગામા, ચેટ જીટીપી, એઆઈ ઈન એજ્યુકેશન, ટેસ્ટ જનરેશન, પાઠ આયોજન અને અધ્યયન નિષ્પતિ, સ્લાઇડ જીપીટી, માઈક્રોસોફ્ટની મદદથી એઆઈ વગેરે બાબતોની સમજ અને પ્રાયોગિક કાર્ય દ્વારા ઉદાહરણ સાથે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. આ તાલીમનો હેતુ શિક્ષકોના વ્યવસાયિક કૌશલ્યને વધુ સમૃદ્ધ કરવાનો હતો.
વર્તમાન સમયને અનુરૂપ શિક્ષણ વધુ અસરકારક, રસપ્રદ અને વિદ્યાર્થી કેન્દ્રિત બનાવવા માટે વિવિધ એપના ઉપયોગ કરીને વર્ગખંડ શિક્ષણમાં વિષયવસ્તુને સરળ કરવાની ક્ષમતા વિકસાવી.શિક્ષણમાં નવીનતા, સર્જનાત્મકતા અને ગુણવત્તા વધારવા શિક્ષકોને સજ્જ બનાવવા. વિદ્યાર્થીઓના અધ્યયનમાં રસ અને સમજ વધે તે માટે આધુનિક શૈક્ષણિક પદ્ધતિઓ અપનાવવાનો તથા પ્રોત્સાહન આપવાનો નમ્ર પ્રયાસ થયો.આ તાલીમમાં ડાયટ ભરૂચના બંને વર્ષના બી.એડ. ના પ્રશિક્ષણાર્થીઓ પણ જોડાયા હતા.
આ તાલીમમાં ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓના કુલ 132 પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તથા બી.એડ ના બંને વર્ષના અંદાજે 100 પ્રશિક્ષણાર્થીઓ હાજર રહ્યા હતા.સમગ્ર તાલીમ શિક્ષકો અને પ્રશિક્ષણાર્થીઓ માટે અંત્યત ઉપયોગી, પ્રેરક અને વ્યવહારુ સાબિત થઈ હતી.

Back to top button
error: Content is protected !!