MORBI:મોરબીના જોન્સનગર વિસ્તારમાં બે પરિવારો વચ્ચે બોલાચાલીના મનદુઃખમાં છરી-તલવાર હથિયારથી મારામારી

MORBI:મોરબીના જોન્સનગર વિસ્તારમાં બે પરિવારો વચ્ચે બોલાચાલીના મનદુઃખમાં છરી-તલવાર હથિયારથી મારામારી
મોરબીના જોન્સનગર વિસ્તારમાં બે પરિવારો વચ્ચે બોલાચાલીના મનદુઃખમાં લોહિયાળ મારામારી સર્જાઈ હતી. છરી અને તલવાર જેવા ઘાતક હથિયારોના હુમલામાં બન્ને પક્ષના છથી વધુ લોકો ઘાયલ થયા હતા. ત્યારે ઘટનાને પગલે હોસ્પિટલ અને ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મોરબી શહેરના જોન્સનગર વિસ્તારમાં બોલાચાલીના મનદુઃખમાં ભયંકર રીતે વાત વધતા બે પરિવારો આમને સામને એકબીજા ઉપર તૂટી પડ્યા હતા. વાતચીતના વિવાદે ઉગ્ર સ્વરૂપ લેતાં એક પરિવાર દ્વારા બીજાના ઘરના લોકોને લક્ષ્ય બનાવી છરી અને તલવાર જેવા ઘાતક હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હતો. આ લોહિયાળ માથાકૂટમાં બંને પક્ષના છથી વધુ સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘાયલોને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં થોડો સમય તંગદિલી ભરેલો માહોલ સર્જાયો હતો. ત્યારે બંને પક્ષના સભ્યો હોસ્પિટલમાં એકઠા થતાં તણાવભર્યો માહોલ સર્જાયો હતો.ઘટનાની માહિતી મળતાં મોરબી સીટી એ ડિવિઝનના પીઆઈ અને અન્ય પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ ઉપરાંત કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સરકારી હોસ્પિટલ ખાતે પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ પોલીસે બંને પક્ષો સામે ફરિયાદ લેવા તજવીજ શરૂ કરી છે..











