પ્રાથમિક શાળા કનજરા ખાતે પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
પ્રાથમિક શાળા કણજરા ખાતે પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
અમીન કોઠારી :- મહીસાગર
પાંચમી સપ્ટેમ્બર ના રોજ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ની યાદ માં શિક્ષક દિવસ મનાવવામાં આવે છે આ દિવસે સંતરામપુર તાલુકાના કણજરા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસની સાથે સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી ઉમેશભાઈ પુવારે પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યું હતું અને વિદ્યાર્થીઓમાં ભણવાની લગન પેદા થાય અને શિક્ષક કભી સામાન્ય નહીં હોતા એ ઉકિત અનુસાર તેમને મોટીવેટ કરવામાં આવ્યા હતા.
કણજરા ગામના સેવાભાવી યુવાન ચંદુભાઈ પટેલિયા એ વૃક્ષા રોપણ માટે સારી જાતિના વૃક્ષો લાવ્યા હતા અને તેમને બાળકોમાં પણ વૃક્ષો પ્રત્યે એનો ઉછેર અને તેની જતન કરવાની ભાવના વધે તે માટેના પ્રયાસો કરીને વૃક્ષારોપણ કાર્યક્રમ ખૂબ જ સારી રીતે પૂર્ણ કરેલ હતો.
આ પ્રસંગે ગામના આગેવાનો તેમજ સારા સ્ટાફ અને વિદ્યાર્થીઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.